• 31 ડિસેમ્બર નજીક આવતા જ રાજ્યમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે
  • બાઇકમાં બનાવેલ ચોરખાનામાં છૂપાવેલ 17, 400ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો

#Valsad - બાઇકમાં એવી જગ્યાએ ચોર ખાનુ બનાવી દારૂ સંતાડ્યો કે પોલીસ પણ જોઇ ચોંકી ગઇ

 

WatchGujarat  31 ડિસેમ્બર નજીક આવતા જ રાજ્યમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવીને હેરાફેરી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દરમિયાન વલસાડ જિલ્લા પોલીસ પણ બૂટલેગરોની તમામ તરકીબો પકડી પડવા માટે સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોનીયા ગામ નજીકથી વલસાડ એલસીબી પોલીસે બાતમીના આધારે બાઇકમાં દારૂની હેરાફેરીને પકડી દારૂનો જથ્થો કબ્જે કર્યો છે. જયારે હેરાફેરી કરતા ચાર બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે. બુટલેગરો બાઈકમાં ચોર ખાનામાં વિદેશી દારૂની બોટલો છૂપાવી રાખી હેરાફેરી કરતા હતા. #Valsad

વલસાડ એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમ પારડી તાલુકાના પોનિયા ગામ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે મળેલ બાતમી જેવી 4 બાઈક પૂર ઝડપે પસાર થઇ હતી. જેથી પોલીસે ચાર બાઇકનો પીછો કર્યો હતો અને બાઇક સવારોને બાઈક રોકવા માટે ઇશારો પણ કર્યો હતો. જોકે, બાઈક સવારો પોલીસની ટીમને ઓળખી જતા બાઇક પૂર ઝડપે હંકારી મૂકી હતી. જેથી પોલીસ પણ બાઈક સવારોનો પીછો કરી રહી હતી. જો કે એક સમયે કોઈ ફિલ્મી સીન થઇ રહ્યો હોય તેમ જોવા મળ્યું હતું. ત્યારે બાઈક સવારો મોકાનો લાભ લઈને ચારેય બાઇક મૂકીને ફરાર થઈ ગયા હતા.#Valsad

એલસીબીની ટીમે બાઇકથી તપાસ કરતા બાઈકમાં પેટ્રોલની ટાંકી અને સીટની નીચે બનાવવામાં આવેલા ચોર ખાનામાં વિદેશી દારૂની બોટલો ભરેલી મળી આવી હતી. પોલીસે ચારેય બાઈક પારડી પોલીસ સ્ટેશન લાવી હતી. અને બાઇકમાં બનાવેલ ચોરખાનામાં છૂપાવેલ 17, 400ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ ચાર બાઇક અને વિદેશી દારૂનો જથ્થો મળી રૂ, 1.37 લાખની માતાનો મુદ્દામાલ કબ્જે કરી બાઇક મૂકીને ફરાર થયેલા ચાલક રામુ નાનુ કોળી પટે, હિતેશ સુરતી, નરેન્દ્ર ગુલાબ પટેલ અને અનિલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વૉન્ટેડ જાહેર કર્યા છે.#Valsad

આ ઉપરાંત એલસીબીની ટીમે વધુ તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો દમણના પાતળીયા અને ભીમપોર વિસ્તારમાં આવેલા જુદા જુદા પાંચ વાઈન શૉપમાંથી ભરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી વલસાડ પોલીસે દમણના કમલા વાઇન શોપ, બીકે વાઇન શોપ, રસીલા વાઇન શોપ, ધ્રુવ વાઇન શોપ અને રોયલ વાઇન શોપ નામના દારૂની દુકાનના સંચાલકોને પણ વૉન્ટેડ જાહેર કર્યા છે, તેમને પણ ઝડપવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.

More #Valsad #bootlegger #alcohol #In bike #LCB #daman #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud