WatchGujarat. Macaroni masala Pasta: આપણે બધા જ જાણીએ છીએ કે બાળકોને શું ખાવાનું પસંદ આવે છે, જે બાળકોમાં પિઝાની જેમ જ પાસ્તા ખુબ જ પ્રિય છે. તો સૌથી પહેલા મેગી અને પાસ્તાનું નામ આવે છે. પાસ્તાના વિવિધ આકાર બાળકોને આકર્ષે છે. જે નાનાથી મોટા દરેક ને ભાવે છે. અને તેની ખાસ વાતએ છે કે ઝડપથી બનીને તૈયાર થઇ જાય છે. જો તમારા બાળકો ખાવામાં ઢીલાશ કરી રહ્યા છે અને શું તમે અને તમારા બાળકો એક સાદા ટામેટાં પાસ્તા ખાઈને થાકી ગયા છો? પાસ્તાનો સોસ બાળકોને ખુબ ભાવતો હોવાથી તેઓ પાસ્તા પણ શોખથી ખાતા હોય છે. તો આજે અમે તમારા માટે લાવ્યા છીએ ખાસ 'મેક્રોની મસાલા પાસ્તા' (Macaroni masala Pasta) જેને તમે અજમાવી શકો છો...
તો આજની આ પોસ્ટમાં અમે તમારા માટે લાવ્યા છીએ ખુબ જ સરળ અને સિમ્પલ પાસ્તા રેસીપી જેને તમે તમારા બાળકોને બપોરના નાસ્તામાં તેમજ શાળાએ લંચબોક્ષમાં પણ આપી શકો છો.
મેક્રોની મસાલા પાસ્તા (Macaroni masala Pasta) બનાવવા માટે જરૂરી સામગ્રી:
મેક્રોની - 2 કપ
મીઠું - સ્વાદ પ્રમાણે
તેલ - 1 ચમચી
લસણ - 2 ચમચી કાપેલ
આદુ - 1 ચમચી
ગરમ મસાલા - 1/2 ચમચી
લાલ મરચું પાવડર - સ્વાદ પ્રમાણે
બારીક કાપેલ શિમલા મિર્ચ -1/2 કપ
જીણી કાપેલ ડુંગળી - 1/2 કપ
બારીક સમારેલા ટામેટાં - 1 કપ
ટામેટા કેચઅપ - 2 ચમચી
મેક્રોની મસાલા પાસ્તા (Macaroni masala Pasta) બનાવવાની રીત:
- સૌપ્રથમ, એક તપેલીમાં જરૂર મુજબ પાણી લઈને તેમાં મેક્રોની અને થોડું મીઠું નાખો. તેલ અને મીઠું ઉમેરી પાસ્તાને બરોબર બાફી લેવા. મેક્રોની બફાઈ જાય એટલે તેને ચારણીમાં કાઢી ને ઠંડા થવા રાખી દો.
- એક તપેલીમાં તેલ ગરમ કરો અને તેમાં લસણ અને આદુ ઉમેરો. એક મિનિટ પછી, તપેલીમાં ડુંગળી ઉમેરો અને તેને શેકાય ત્યાં સુધી હલાવો.
- હવે તેમાં લાલ મરચું પાવડર, ટમેટા અને ગરમ મસાલા પાવડર નાખો.
- મધ્યમ તાપ પર ચારથી પાંચ મિનિટ સુધી પકાવો. શિમલા મિર્ચ, ટમેટા કેચઅપ, મીઠું અને બે ચમચી પાણી ઉમેરીને મિશ્રણ ઉમેરો. વચ્ચે વચ્ચે મિશ્રણ હલાવતા ત્રણ થી ચાર મિનિટ સુધી રાંધવા દો.
- હવે તેમાં મેક્રોની નાખીને સારી રીતે મિશ્રણ કરો. મધ્યમ આંચ પર બે થી ત્રણ મિનિટ સુધી પકાવો.
- એકદમ ટેસ્ટી લાગે એવા મેક્રોની મસાલા પાસ્તા તૈયાર છે, હવે તેને ગરમ ગરમ પીરસો.