• ગુજરાતમાં આવેલા માધાપર ગામમાં તમામ સુવિધાઓ આવેલી છે
  • ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઈન્ટર કોલેજ સુધી હિન્દી અને અંગ્રેજી મીડિયમ સુધીના અભ્યાસની સુવિધા છે
  • માધાપર ગામમાં 7600 ઘર આવેલા છે, જેમાં આહિંયા આવેલી 17 બેંકોની માં 500 હજાર કરોડથી પણ વધુ પૈસા જમા છે

WatchGujarat. તમામ આધુનિક સુવિધાઓ, શોપિંગ મોલ, બેંકો, હિન્દી અને અંગ્રેજી મીડિયમની શાળા-કોલેજો, સ્વિમિંગ પૂલ વગેરે બાબતો વિશે વિચારીએ તો આપણા મનમાં સૌથી પહેલા કોઈ શહેરનો જ ખ્યાલ આવશે. મોટા ભાગે આ તમામ સુવિધાઓ મોટા શહેરોમાં જ જોવા મળતી હોય છે. પરંતુ ગુજરાતનું એક એવું પણ ગામ છે જ્યાં આ તમામ સુવિધાઓ આવેલી છે. આ ગામ એટલું સમૃદ્ધ છે કે દુનિયાભરના લોકો તેને જોવા માટે આવે છે.

ગુજરાતમાં આવેલા માધાપર ગામમાં આ તમામ સુવિધાઓ આવેલી છે. તમને જણાવી દઈએ કે આ ગામમાં પ્લે સ્કૂલથી લઈને ઈન્ટર કોલેજ સુધી હિન્દી અને અંગ્રેજી મીડિયમ સુધીના અભ્યાસની સુવિધા છે. ગામમાં શોપિંગ મોલ પણ છે જ્યાં દુનિયાભરના મોટા બ્રાન્ડ જોવા મળે છે. એટલું જ નહીં પરંતુ આહિંયા 17 બેંકોની બ્રાંચ આવેલી છે. જેમાં 500 હજાર કરોડથી પણ વધુ પૈસા જમા છે. આ સાથે ગામમાં તળાવ પણ છે અને બાળકોને સ્નાન કરવા માટે સ્વિમિંગ પૂલ જેવી સુવિધાઓ પણ છે.

આ અંગે મળતી વિગતો અનુસાર માધાપર ગામમાં 7600 ઘર આવેલા છે. આ દરેક ઘર એકથી એક ચડિયાતા છે. ઉલ્લેખનીય છે કે આ ગામ બેંકો માટે પણ મહત્વપૂર્ણ છે. ગામમાં બધી પ્રખ્યાત બેંકોની બ્રાન્ચ આવેલી છે. જેમાં 5000 કરોડ રૂપિયા જમા છે. જેનું કારણ છે કે ગામના અડધાથી વધારે લોકો લંડનમાં રહે છે. આ ગામના લોકોએ લંડનમાં પોતાની એક ક્લબ બનાવી છે. જેની ઓફિસ પણ આવેલી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિયેશન નામનું એક સંગઠન બનાવવામાં આવ્યું હતું. આ એસોસિયેશનની એક ઓફિસ ખોલવામાં આવી છે. જેના થકી ગામના લોકો એકબીજા સાથે સામાજિક કાર્યક્રમના બહાને મળતા રહે. મહત્વનું છે કે લંડનથી ગામમાં કનેક્ટ રહેવા માટે માધાપરમાં પણ એક ઓફિસ ખોલવામાં આવી છે. આ ગામના લોકો લંડન, કેનેડા, અમેરિકા, કેન્યા, યૂગાંડા, મોઝાંબિક, દક્ષિણ આફ્રિકા અને તાન્ઝાનિયા જેવા દેશોમાં રહે છે. મહત્વનું છે કે વિદેશમાં રહેતા હોવા છતાં આ લોકો પોતાના ગામ સાથે જોડાયેલા રહ્યાં છે. નોંધનીય છે કે માધાપર ગામના લોકો વિદેશથી પૈસા કમાઇને ગામની બેંકોમાં જમા કરે છે.

આ ગામના દરેક ઘરમાં ઓછામાં ઓછા 2 લોકો વિદેશમાં રહે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આટલી આવક હોવા છતાં ગામના કોઈ પણ વ્યક્તિએ પોતાની ખેતી વેચી નથી. લોકો હજી પણ ખેતી કરે છે. આ સાથે ગામમાં અત્યાધુનિક ગૌશાળા પણ ઊભી કરવામાં આવી છે. નોંધનીય છે કે અહિંયા અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હોલ અને પોસ્ટ ઓફિસ પણ આવેલી છે. માધાપરની આ પોસ્ટ ઓફિસમાં અધધધ 200 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud