• અમદાવાદના તબીબે ઓનલાઈન નિઃશુલ્ક દેખરેખ રાખી, સારવાર કરી.
  • 29 એપ્રિલે કોરોના પોઝિટીવ આવેલાં વાલીબા 09 મેના રોજ કોરોના નેગેટિવ થયાં.
  • મનોબળથી કોરોનાને હરાવનાર વાલીબાનું પરિવારજનો – સ્વજનો દ્વારા અભિવાદન કરાયું.

Watch Gujarat. એક તરફ, કોરોના મહામારી સેંકડો લોકોને સકંજામાં કસી રહ્યો છે ત્યારે, મહેસાણાના 95 વર્ષિય દાદીમાએ ઘરે બેઠાં કોરોનાને માત આપી હોવાનો આશાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા નહીં થતાં, હોમક્વોરેન્ટાઈન થઈને 11 દિવસમાં જ 95 વર્ષિય દાદીમાં કોરોના મુક્ત થયાં હતાં. જેને પગલે પરિવારજનો – સ્વજનોએ તેમનાં મનોબળનાં વધામણાં કર્યા હતાં.

કોરોના હોય કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ વ્યક્તિ જ્યારે મનથી મજબૂત હોય છે ત્યારે તેનું કોઈ જ અહિત થતું નથી. આજે હોસ્પિટલમાં બેડ – ઇન્જેક્શન – ઓક્સિજનની અછતની બૂમરાણો સાંભળવા મળે છે, સ્મશાનમાં ચિતાઓ બળી રહી છે. આવા સંજોગોમાં મનોબળ તૂટી પડવાને કારણે પણ ઘણાં દર્દીઓ મોતના મુખમાં ધકેલાયા છે. જોકે, મન મક્કમ રાખીને – યોગ્ય માર્ગદર્શન હેઠળ સારવાર લેવામાં આવે તો, કોરોનાને માત આપી શકાય છે એમ મહેસાણાના દાદીમાએ સિદ્ધ કર્યું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

મહેસાણાના 95 વર્ષિય વાલીબહેન હરજીનદાસ પટેલ ગત તા. 29 એપ્રિલના રોજ કોરોના પોઝિટીવ આવ્યા હતાં. તેમના પુત્ર યોગેશભાઇ સહિતના પરિવારજનોએ હોસ્પિટલમાં તપાસ કરી, પરંતુ ક્યાંય બેડની વ્યવસ્થા થાય તેમ નહોતું. એટલે આખરે, વાલીબાને હોમક્વોરેન્ટાઈન કરીને સારવાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

અમદાવાદના ડૉ. સત્ય પટેલની ઓનલાઈન દેખરેખ હેઠળ વાલીબાની સારવાર શરૂ કરવામાં આવી હતી. વાલીબાએ મક્કમ મનોબળ સાથે 11 દિવસ સુધી ઘરે બેઠાં સારવાર લીધી અને તા. 9 મે ના રોજ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

95 વર્ષિય વાલીબા કોરોના મુક્ત થતાં પરિવારજનો સહિત સોસાયટીના સ્નેહીજનોમાં આનંદ છવાઈ ગયો હતો. જેને પગલે ગઈકાલે સોસાયટીના રહીશો તેમજ વિસ્તારના કોર્પોરેટર અમિત પટેલ દ્વારા ફૂલહાર તેમજ શાલ ઓઢાડીની વાલીબાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud