• રાજ્ય સરકાર અને તબિબોના પ્રયાસોથી હાલ સ્થિતી આંશિક રીતે કાબુમાં હોવાનો અંદાજો લગાડી શકાય છે
  • લોકોએ સ્વયં શિસ્તનું પાલન કરવાની જગ્યાએ હવે બેફિકર બનીને બહાર ફરતા જોવા મળી રહ્યા છે
  • આજે પણ આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે
  • દોઢ વર્ષ પહેલા પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલા મહી વોટર રિસોર્ટમાં રાઇડની મજા માણી રહેલા વિદ્યાર્થીનું માથું પોલ સાથે ભટકાતા મોત નીપજ્યું હતું

WatchGujarat. રાજ્ય માંડ કોરોનાની સુનામીમાંથી બહાર આવી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. તેવા સમયે હજી પણ લોકો સુધરવાનું નામ નથી લેતા. રવિવારે વડોદરા જિલ્લાના પાદરામાં આવેલી માહિ રીસોર્ટમાં લોકો એકત્ર થયા હતા. જો કે, પોલીસે લોકોની જલસા પાર્ટીમાં દરોડા પાડતા ભાગદોડ મચી હતી.

રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં ભારે અવ્યવસ્થા સર્જાઇ હતી. તમામ શહેરોમાં કોરોના પોઝીટીવ કેસોમાં ઉછાળો જોવા મળતો હતો. જો કે, રાજ્ય સરકાર અને તબિબોના પ્રયાસોથી હાલ સ્થિતી આંશિક રીતે કાબુમાં હોવાનો અંદાજો લગાડી શકાય છે. કોરોના પર નિયંત્રણ મેળવાતા રાજ્ય સરકાર દ્વારા વેપાર ધંધાઓ શરૂ કરવા માટેના આંશિક લોકડાઉનના નિયમો હળવા કરી દીધા હતા. તેવા સમયે લોકોએ સ્વયં શિસ્તનું પાલન કરવાની જગ્યાએ હવે બેફિકર બનીને બહાર ફરતા જોવા મળી રહ્યા છે. અને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે.

વડોદરા નજીક આવેલી માહિ રીસોર્ટમાં રવિવારે રજાના દિવસે લોકો ઉમટી પડ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા રીસોર્ટ શરૂ કરવાનો નિર્ણય હજી લેવામાં આવ્યો નથી. તેવા સમયે માહિ રીસોર્ટમાં લોકો એકત્ર થયા હતા. એટલું જ નહિ એકત્ર થયેલા લોકોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો હતો. લોકો જલસા કરવા ભેગા થયા ત્યાં તો પાદરા પોલીસે દરોડો પાડ્યો હતો. જેને પગલે સ્થળ પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

સમગ્ર મામલા અંગે પાદરા પીઆઇ એસ.એ. કરમુરે watchgujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પોલીસે રવિવારે માહિ રીસોર્ટમાં રેડ કરી હતી. રેડમાં 26 લોકો અને માહિ રીસોર્ટના બે સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. હાલ, આ મામલે વધુ કાર્યવાહી ચાલી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી વેવની ધાતકતા આપણે સૌએ જોઇ છે. હાલ કોરોનાના કેસોમાં ઘટાડો થયો તેનો મતલબ એ નથી કે કોરોના જતો રહ્યો છે. આજે પણ આપણે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જેવા નિયમોનું ચુસ્ત પણે પાલન કરવું પડશે. નહિ તો જે સ્થિતીમાં માંડ બહાર આવ્યા છીએ ત્યાં ફરી જતા વાર નહિ લાગે.

અગાઉ રાઇડમાં અમદાવાદના વિદ્યાર્થીનું મોત થતાં મહી વોટર રિસોર્ટ વિવાદમાં આવ્યો હતો

દોઢ વર્ષ પહેલા પાદરાના મુજપુર બ્રિજ પાસે આવેલા મહી વોટર રિસોર્ટમાં રાઇડની મજા માણી રહેલા વિદ્યાર્થીનું માથું પોલ સાથે ભટકાતા મોત નીપજ્યું હતું. અમદાવાદના કાંકરીયા વિસ્તારમાં આવેલી દિવાન બલ્લુભાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ પિકનીકમાં આવ્યા હતા. ત્યારે રિસોર્ટ સ્થિત બસ જેવી રાઇડમાં મજા માણતા ધોરણ-8માં અભ્યાસ કરતો જીમીલ ગોપાલભાઇ કવૈયા મોત થયું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud