• સામાન્ય રીતે નાગ-નાગણી બંને ક્યારેય પ્રણયક્રિડા કરતા જોવા મળતા નથી
  • પરંતુ નાગ અને નાગણીની પ્રણયક્રિયાના દ્રશ્યોને અતિશય શુભ સંકેત માનવામાં આવે છે
  • ભૂતવડ ગામે ખેતરમાં જતા રસ્તા વચ્ચે નાગ-નાગણી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોવાની આ ઘટના કેમેરામાં કેદ થઈ

Watchgujarat. હાલ ચોમાસાની ઋતુ હોવા છતાં વરસાદ ન આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. તો અસહ્ય બફારાને લઈને જીવ-જંતુઓ પણ જમીનમાંથી બહાર નીકળી રહ્યા છે. ત્યારે નાગ-નાગણી એકબીજાનાં ગળાડૂબ પ્રેમમાં હોવાના અતિ શુભ સંકેત ગણાતા પ્રણય દ્રશ્યો કેમેરામાં કેદ થતા તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને જવલ્લે જ જોવા મળતા આ વિડીયો ઉપર લોકો ધડાધડ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સામાન્ય રીતે કહેવાય છે કે, નાગ-નાગણી બંને ક્યારેય પ્રણયક્રિડા કરતા જોવા મળતા નથી. પરંતુ નાગ અને નાગણીની પ્રણયક્રિયાના દ્રશ્યોને અતિશય શુભ સંકેત માનવામાં આવે છે. આવી જ ઘટના ધોરાજીના ભૂતવડ ગામે બની છે. ભૂતવડ ગામે ખેતરમાં જતા રસ્તા વચ્ચે નાગ-નાગણી એકબીજાના પ્રેમમાં ગળાડૂબ હોવાની આ ઘટના કેમેરામાં કેદ થઈ છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, નાગ-નાગણી બંને એકબીજામાં ઓતપ્રોત થઈ ગયા છે. અને આસપાસનું ભાન પણ ભૂલી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. સમગ્ર મામલે સ્થાનિકોનાં જણાવ્યા અનુસાર આ પ્રણયક્રીડા લગભગ અડધો કલાકથી પણ વધુ સમય ચાલી હતી. આ ખૂબ જ દુર્લભ ગણાતા આ દ્રશ્યો નિહાળવા માટે ગામમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. અને દૂરથી નાગ-નાગણીની આ ક્રીડા નિહાળી હતી.

બીજીતરફ જિલ્લામાં વાવણી થયા બાદ વરસાદ નહીં વરસતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ધોરાજી પંથકમાં પણ વરસાદના અભાવે વાવેલો પાક સૂકાવા લાગ્યો છે. ખેડૂતોએ ભીમ અગિયારસ પર ખેતરોમાં વાવેતર કરી દીધું હતું. પણ બાદમાં વરસાદ ન પડતા હાલ ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવે જો વરસાદ ન પડે તો કપાસ, મગફળી અને સોયાબીન જેવા પાકને નુકસાન થવાની ભીતિ છે. જેને લઈને મેઘરાજાને રિઝવવા માટે ભૂતવડ ગામે ખેડૂતોએ રામધૂન બોલાવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud