• પંચમહાલ સ્થિતિ જીમીરા રિસોર્ટમાં ચાલી રહીં હતી દારૂ-જુગારની મોટી પાર્ટી
  • પંચમહાલ જિલ્લા એલ.સી.બી અને પાવાગઢ પોલીસે જીમેરા રીસોર્ટમાં દરોડો પાડતા ભાજપના ધારાસભ્ય સહિતની ટોળકી મળી આવી
  • ખેડા જિલ્લાના માતર વિધાનસભાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હતા પાર્ટીમા શામેલ
  • પ્લાસ્ટીકના કોઇન વડે જુગાર રમાતો હતો, દારૂની 9 બોટલો હાલ પોલીસે જપ્ત કરી
  • ધારાસભ્ય કેસરીસિંહ સહિત કુલ 21 લોકોની અટકાયત
  • રિસોર્ટમાં 30થી વધુ ફોર વ્હિલ કાર પોલીસ કબજે કરશે
  • આ મામલાની પંચમહાલ એસ.પી લીના પાટીલે સમર્થન આપ્યું છે. 
Matar BJP MLA Kesrisinh Solanki, Jimira Resort Panchmahal, Gujarat
Matar BJP MLA Kesrisinh Solanki, Jimira Resort Panchmahal, Gujarat

WatchGujarat. ગુજરાતમાં દારૂ અને જુગાર બન્ને ગેરકાયદે છે. રાજ્યમાં ભાજપની સત્તા છે, રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ દારૂબંધી અને જુગારને પ્રવૃતિઓ પર અકુંશ મેળવવા કાયદો વધુ કડક બનાવ્યો છે. છતાય દારૂબંધી પર લગામ મેળવવામાં સરકાર અને પોલીસ તંત્ર બન્ને નિષ્ફળ સાબીત નિવળી રહ્યાં છે. જે સરકાર દારૂબંધી પર લગામ લગાવવાની મસમોટી વાતો કરી રહીં છે તે જ સરકારના ધારાસભ્ય રીસોર્ટમાં બિંદાસ્ત મિત્રો સાથે દારૂની મહેફિલ માણતા પોલીસના હાથે ચઢ્યાં છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પંચમહાલ સ્થિત શીવરાજપુર નજીક આવેલી જીમેરા રિસોર્ટમાં કેટલાક શખ્સો દારૂ અને જુગારની પાર્ટી માણી રહ્યાં હોવાની બાતમી જિલ્લા એસ.સી.બી અને પાવાગઢ પોલીસને મળી હતી. જેના પરિણામે જીમેરા રિસોર્ટમાં એલ.સી.બી અને પાવાગઢ પોલીસે રેઇડ કરતા પાર્ટી જોઇ તેઓ પણ એક તબક્કે ચોંકી ઉઠ્યાં હતા. ગુજરાતમાં દારૂ અને જુગાર ગેરકાયદે છે તેવા રાજ્યમાં આટલી મોટી પાર્ટી યોજેયલી પોલીસ પણ અચંભામાં મુકાઇ હતી.

જોકે રિસોર્ટમાં આવી પહોંચેલી પોલીસને જોઇ દારૂ-જુગારની પાર્ટી માણી રહેલા શખ્સો ચોંકી ઉઠ્યાં હતા. પોલીસે રિસોર્ટમાં ચાલી રહેલી પાર્ટીમાં શામેલ લોકોની પુછપરછ કરતા તેમાં માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી હોવાનુ સામે આવ્યું હતુ. કેસરીસિંહ સહિત 21 લોકોની અટકાયત કરી પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે. જ્યારે રિસોર્ટમાંથી મોટી માત્રમાં દારૂ અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનુ પણ સામે આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud