• મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારે રેગ્યુલેશન ઘડ્યા
  • આ નવા રેગ્યુલેશનના કારણે ગુજરાતના વાલી અને વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી
  • અત્યાર સુધી ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ પ્રવેશ મળતો હતો, હવે અન્ય રાજ્યોમાં જવા મજબૂર
  • મહત્વનું છે કે આ કોર્સમાં ડિપ્લોમા-ડિગ્રી બંને કોર્સમાં 50 ટકા કેન્દ્ર અને 50 ટકા રાજ્યનો ક્વોટા હોય છે

WatchGujarat. ગુજરાત રાજ્યના મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ કરતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. જેનું કારણ છે પીજી મેડિકલમાં આવેલા નવા રેગ્યુલેશન. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે રેગ્યુલેશન ઘડ્યા છે.

આ મામલે મળતી માહિતી મુજબ મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારે રેગ્યુલેશન ઘડ્યા છે. આ નવા નિયમો મુજબ કેન્દ્ર અને રાજ્ય એમ બંને ક્વોટામાં કાઉન્સેલિંગ કરવાની સત્તા કેન્દ્ર સરકાર હસ્તક હોવાથી, રાજ્યના વિદ્યાર્થીઓ હવે બિહાર-કાશ્મીર સહિત ગમે તે રાજ્યમાં જવા માટે મજબૂર થશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ પ્રવેશ મળતો હતો. પરંતુ હવે તોઓ અન્ય રાજ્યોમાં જવા મજબૂર બનશે. આ કારણે રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે નવા નિયમો અંતર્ગત ગુજરાતના વિદ્યાર્થીઓને બિહાર-કાશ્મીર સહિત ગમે તે રાજ્યમાં જવાનું થઈ શકે છે. એવામાં વાલીઓનું માનવું છે કે અન્ય રાજ્યોમાં સલામતીનો પણ પ્રશ્ન ઉભો થાય છે. આ અંગે વાલીઓનું કહેવું છે કે, અન્ય રાજ્યોમાં સલામતીનો પણ પ્રશ્ન હોવાથી ગુજરાતના યુવાનો અને યુવતીઓને ભારોભાર અન્યાય થાય તેવી સ્થિતિ છે. આ ઉપરાંત એક પ્રોફેસર દીઠ એક વિદ્યાર્થીના પ્રમાણથી મેડિકલ બેઠકો પણ ઘટશે.

આ કારણોસર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કેન્દ્ર સરકારના નવા રેગ્યુલેશન સામે નારાજગી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આ કોર્સમાં ડિપ્લોમા-ડિગ્રી બંને કોર્સમાં 50 ટકા કેન્દ્ર અને 50 ટકા રાજ્યનો ક્વોટા હોય છે. હવે જોવાનું રહ્યું કે વાલીઓ અને વિદ્યાર્થીઓની નારાજગીના પગલે રાજ્ય સરકાર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવે છે કે કેમ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud