• મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે આરોપી ભાઈને ઝડપી લેવા તપાસ શરૂ કરી દીધી છે.
  • મૃતકને રામઘાટ નજીક બોલાવી છરીનાં આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો

WatchGujarat શહેરનાં રામઘાટ પાસે આવેલ મકરાણીવાસ નજીક એક યુવકની હત્યા થયાની ઘટના સામે આવી છે. જેમાં બહેન સાથે સંબંધોને કારણે ભાઈએ કાલીકા પ્લોટમાં રહેતા ફકીર યુવાનને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. જેને પગલે આ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે આરોપી ભાઈને ઝડપી લેવા તપાસ શરૂ કરી દીધી છે.

જાણવા મળતી વિગત મુજબ, રામઘાટ પાસે આવેલ મકરાણીવાસ પાસે ગત મોડીરાત્રે ફકીર યુવાનને છરીનાં જીવલેણ ઘા છાતી તેમજ હાથપગ પર લાગતા તરત જ સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજયું હોય બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસની તપાસમાં આ મૃતકનું નામ 26 વર્ષીય રફીકશા અબ્બાસશા રફાઇ હોવાનું ખુલ્યુ હતુ. ઘટનાને લઈને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટ્યા હતા. બનાવને પગલે ડીવાયએસપી, પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ સિવિલ હોસ્પીટલે દોડી ગયો હતો.

સમગ્ર મામલે મૃતક રફીકશા રફાઈના પિતા અબ્બાસશા રફાઈએ રિયાઝ ઉર્ફે રયાકત હાજી ખુરેશીની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેમના મૃતક પુત્ર રફીકશાને રીયાઝની બહેન સાથે સાતેક વર્ષ પહેલાં પ્રેમસંબંધ હતો. તેમજ આ મુદ્દે બંને પરિવારો વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયું હતું. છતાં પણ આ વાતનો ખાર રાખી ગઈકાલે રિયાઝ ખુરેશીએ તેમના પુત્ર રફીકશાને રામઘાટ નજીક બોલાવી છરીનાં આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે. હાલ પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud