માળીયા ફાટક પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે.
મૃતકો રાજસ્થાનના હોવાની જાણકારી સામે આવી છે.
ચારેય યુવક આજે જ રાજસ્થાનથી મોરબી આવ્યા હતા
WatchGujarat માળીયા ફાટક પાસે વહેલી સવારે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા રિક્ષાની રાહ જોતા બે સગા ભાઈઓ અને સાળા-બનેવી સહિત ચારનાં કમકમાટીભર્યા મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિને ઇજા થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.જો કે ચોંકવનારી વિગત એવી છે કે, ચારેય મૃતક યુવક રાજસ્થાનના છે અને નોકરી અર્થે આજે વહેલી સવારે જ રાજસ્થાનથી મોરબી પહોંચ્યા હતા અને અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. હાલ પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની પોલીસ સુત્રોમાંથી મળતી વિગત અનુસાર, આજે વહેલી સવારના સમયે રાજસ્થાના ઉદેપુરથી ચાર યુવાનો તેજારામ વખતારામ ગામેતી (ઉ.વ 17), શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.વ 19), સુરેશભાઈ પ્રતાપભાઈ ગામેતી(ઉ.વ 18 ) અને શિવજીભાઈ પ્રતાપભાઈનો સાળો મોરબીના માળિયા ફાટક પાસે આવ્યા હતા. ત્યારે મોરબીમાં રહેતો અને કામ કરતો રાજસ્થાની યુવાન દિનેશ શંભુભાઈ તે તમામને તેડવા માટે આવ્યો હતો.
માળીયા ફાટકથી ઘરે જવા માટે તેઓ તમામ રિક્ષાની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ત્યાં ઉભેલા બે સગા ભાઇ અને સાળા-બનેવી સહિત 4ના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી. ગોઝારો અકસ્માત સર્જાતા લોક ટોળા એકઠા થયા હતા. ટોળાએ બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસ ની ટીમ પણ ઘટના સ્થેળ દોડી આવી હતી અને તમામ મૃતદેહોનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે અકસ્માત સર્જીને નાસી છૂટેલા હિટ એન્ડ રનના અજાણ્યા વાહન ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ બાઈકનાં માલિક અંગે જાણકારી મેળવવા પ્રયાસ શરૂ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ અને પ્રશાસનનાં અનેક પ્રયાસો છતાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે આ અકસ્માતમાં રાજસ્થાનથી પેટિયું રળવા આવેલા ચાર-ચાર યુવકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.