• મ્યુકરમાઇકોસિસના કેસ વધતા તેના ઇન્જેક્શનની અછત સર્જાઈ
  • મ્યુકરમાઇકોસિસનાં ઇન્જેક્શનની અછતનો લાભ લઇ લેભાગુ તત્વો દ્વારા કાળાબજારી થતી હોવાની માહિતી પોલીસ કમિશ્નરને મળી
  • એસઓજીએ અલગ-અલગ ટીમો બનાવી ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન લેવા ડમી માણસો મોકલી આપ્યા
  • પોલીસ તપાસમાં વચેટાયાઓ દ્વારા 20 ઘણો વધુ ભાવ વસુલાતો હોવાની હકીકત બહાર આવી

WatchGujarat. શહેરમાં મ્યુકરમાઇકોસીસનાં ઇન્જેક્શનની કલાબજારીનો પર્દાફાશ થયો છે. અને પોલીસે સમગ્ર મામલે ખાનગી હોસ્પિટલનાં ડોક્ટર સહિત ચાર કરતા વધારે આરોપીને ઝડપી લીધા છે. જો કે અન્ય કેટલાક મોટા માથાની સંડોવણી હોવાની આશંકાએ હજુસુધી ઝડપાયેલા શખ્સોનાં નામ જાહેર કરાયા નથી. ખાનગી હોસ્પિટલ સાથે જોડાયેલા આ તત્વો દર્દીને જરૂરિયાત ન હોવા છતાં ઇન્જેક્શન લખી આપતા હતા. બાદમાં આવા ઇન્જેક્શન માટે વચેટીયાઓ દ્વારા 15-20 ગણો ભાવ વસૂલાતો હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડમાં અનેક મોટા માથાઓનાં નામ ખુલવાની શક્યતાઓ છે.

જાણવા મળતી વિગત અનુસાર મ્યુકરમાઇકોસિસનાં ઇન્જેક્શનની અછતનો લાભ લઇ લેભાગુ તત્વો દ્વારા કાળાબજારી થતી હોવાની માહિતી પોલીસ કમિશ્નરને મળી હતી. જેના આધારે એસઓજી પોલીસને સમગ્ર મામલે તપાસનાં આદેશો અપાયા હતા. એસઓજીએ અલગ-અલગ ટીમો બનાવી ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શન લેવા ડમી માણસો મોકલી આપ્યા હતા. જેમાં 4 કરતા વધુએ ઉંચા ભાવ વસૂલી ઇન્જેક્શન આપ્યા હોવાથી અટકાયત કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સુત્રોની માહિતી મુજબ, એમફેટેરિસીન બી સહિતના ઇન્જેક્શનની મૂળ કિંમત કરતા 15 થી 20 ગણો ભાવ વસુલવામાં આવતો હતો. જે ઇન્જેક્શન 300 રૂપિયાનું મળતું હોય તેના 4500 રૂપિયા વસુલ કરવામાં આવતા હતા. હાલ તમામ શખ્સોની અટકાયત કરી પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. અને ખાનગી હોસ્પિટલો સાથે જોડાયેલા લોકો જ કાળાબજારી કરી ઉંચો ભાવ વસુલતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસ ઉપર રાજકીય દબાણ નહીં આવે તો અનેક ડોકટરોની પણ સંડોવણી સામે આવે તેવી શક્યતા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, મ્યુકરમાઇકોસિસના કેસ વધતા તેના ઇન્જેક્શનની અછત સર્જાઈ હતી. જેને પગલે જિલ્લા કલે્કટર દ્વારા મધ્યસ્થ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. આ કેન્દ્ર દ્વારા સીધા ખાનગી હોસ્પિટલોને જ ઇન્જેક્શન આપવામાં આવે છે. ત્યારે કેટલીક હોસ્પિટલો કેન્દ્રમાં ન હોય તેવા ઇન્જેક્શનની જરૂરિયાત બતાવી દર્દીઓનાં સગાને આવા ઇન્જેક્શન ઉંચા ભાવે ખરીદવા મજબૂર કરી રહ્યા છે. તો કેટલીક ખાનગી હોસ્પિટલ જરૂરિયાત નહીં હોવા છતાં દર્દીનાં નામે ઇન્જેક્શન લઈ તે બીજા દર્દીનાં સગાઓને અનેકગણી કિંમતે વેંચી રહ્યા હોવાની વાતો પણ પોલીસબેડામાં ચર્ચાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud