• વરસાદી પાણીમાં ટ્રેક ગરકાવ થતા 24 થી વધુ ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યુલ અને રેગ્યલેટ કરવાની ફરજ પડી
  • રાજધાની, અગસ્તક્રાંતિ, ગરીબ રથ, ફ્લાઈંગ રાણી, કેવડિયા-દાદર સુપરફાસ્ટ સહિતની ટ્રેનો વિલંબિત થતા મુસાફરો અટવાયા
  • મુંબઈથી વલસાડ સુધીના 11 સ્ટેશનોએ ટ્રેનોને અટકાવી ત્યાંથી સમયમાં ફેરફાર, અધવચ્ચેથી રદ અને ફરી નિયમિત કરી દોડવાઈ

WatchGujarat. મોડે મોડે પણ મેઘરાજાએ મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં બઘડાટી બોલાવી સર્વત્ર જળબંબોળ કરી દેતા જનજીવન અને રેલવ્યવહાર પણ પ્રભાવિત થઈ ઉઠ્યો છે. વલસાડ, સાયણ સહિત મુંબઈના પરા વિસ્તારમાં ટ્રેક ઉપર વરસાદી પાણી આવી જતા બે ડઝનથી વધુ ટ્રેનોને અસર પહોંચી હતી. દક્ષિણ ગુજરાતના વલસાડ અને મુંબઈ માં ભારે વરસાદના કારણે રેલવે ટ્રેક ઉપર પાણી ફરી વળતા ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. પશ્ચિમ રેલવે એ મુંબઈના પરા વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળોએ ટ્રેક પાણીમાં ગરક થતા બે ડઝનથી વધુ ટ્રેનો શોર્ટ ટર્મિનેટ, રિશિડ્યુલ અને રેગ્યુલેટ કરવાની ફરજ પડી હતી.

મુંબઈ-અમદાવાદ અને દિલ્હી વચ્ચે અપ અને ડાઉનમાં રાજધાની, અગસ્ટક્રાંતિ, ગરીબ રથ, કેવડિયા-દાદર, ફ્લાઈંગ રાણી સહિતની સુપરફાસ્ટ, મેઈલ, સ્પેશ્યલ ટ્રેનોને જે તે સ્ટેશને અટકાવી દેવામાં આવી હતી. મુંબઈથી વલસાડ સુધી ભારે વરસાદ અને ઠેર ઠેર પાણીના કારણે 11 થી વધુ સ્ટેશનો ઉપર ટ્રેનો અટકાવી તેને ફરી રીશિડયુલ, અધવચ્ચેથી રદ અને નિયમિત કરવામાં આવી હતી.

ટ્રેન વ્યવહાર ખોરવાતા સુરત, વડોદરા સાથે ભરૂચ અને અંકલેશ્વર રેલવે સ્ટેશને પણ ટ્રેનો તેના નિયમિત સમય કરતાં વિલંબિત થતા મુસાફરો અટવાઈ ગયા હતા. વરસાદના વિરામ બાદ કલાકો પછી ટ્રેક ઉપરથી પાણી ઓસરતા નિરીક્ષણ કરી ધીમી ગતિએ ટ્રેન વ્યવહાર ફરીથી કાર્યરત કરવામાં આવ્યો હતો. મુંબઈ-અમદાવાદ, દિલ્હી બન્ને તરફ જતી આવતી ટ્રેનો તેના નિયત સમય કરતાં જે તે 11 સ્ટેશને અટકાવી રખાયા બાદ રિશિડ્યુલ, રેગ્યલેટ કરાતા વિલંબિત થઈ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud