• ટીમ ઈન્ડિયાએ મેચમાં વિજય મેળવ્યા બાદ હોટેલ હયાતમાં સેલિબ્રેશન કર્યું,
  • અશ્વિને 400 વિકેટ લેતા કેક કટિંગ કર્યું
  • ભારતની ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા બોલમાં જીત
  • નવનિર્મિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઘણા રેકોર્ડ સામે આવ્યા

WatchGujarat વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ રમાય હતી. જેમાં શાનદાર પ્રદર્શન કરી 5 દિવસની ડે-નાઈટ ટેસ્ટ મેચને 2 દિવસમાં જ પુરી કરી ઇંગ્લેન્ડ સામે જીત હાંસલ કરી હતી. જો કે આ નવા સ્ટેડિયમમાં પહેલી વખત આ મેચ યોજાઈ હતી અને ટપોટપ બંને ટીમની વિકટે પડતી જોવા મળી હતી. નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ અંગે ઘણા દિગ્ગજ ક્રિકેટર તેમજ નિષ્ણાંત લોકો સોશિયલ મીડિયામાં ઘણી ચર્ચાઓ કરી રહ્યાં છે. ભારતીય ટીમે મેચ તો જીતી લીધી છે.સાથે ઘણા રેકોર્ડ પણ સામે આવ્યા છે.

ભારતીય સ્પીન બોલર આર.અશ્વિને પોતાની કારકિર્દીની 77મી મેચમાં 400 વિકેટ પોતાના નામે કરી છે. આ સાથે અશ્વિન સૌથી ઝડપી 400 વિકેટ લેનાર વિશ્વનો બીજો બોલર બન્યો છે. 2015માં શરૂ થયેલી પિન્ક બોલ ટેસ્ટ ક્રિકેટમાં 11 વિકેટ લેનાર અક્ષર પટેલ પ્રથમ બોલર બની ગયો છે. ભારતીય ટીમનો કેપ્ટ્ન વિરાટ કોહલી ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ મેચ પૈકી 22 ટેસ્ટ મેચ જીતીને ભારતનો સૌથી સફળ કેપ્ટ્ન બની ગયો છે. તેને 21 ટેસ્ટ જીતનાર ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. તેમજ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ બોલે વિકેટ લેનાર અક્ષર પટેલ ચોથો સ્પિનર છે. જેને ઈનિંગ્સના પહેલા બોલે જ વિકેટ લીધી હોય.

આ ઉપરાંત 50 વર્ષ પછી ઇંગ્લેન્ડ ભારત સામે સૌથી ઓછા ટેસ્ટ સ્કોર 81 રનમા ઓલ આઉટ થતા ઇંગ્લેન્ડની ટીમ ઇતિહાસમાં નોંધાઈ છે. તેમજ ભારતીય ફાસ્ટ બોલર ઇશાંત શર્માની કારકિર્દીની આ 100 મી ટેસ્ટ મેચ હતી. જેમાં ઇશાંતે ટેસ્ટ કરીયરની પ્રથમ “સિક્સ” ફટકારી હતી. જે નવનિર્મિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ પ્રથમ “સિક્સ” બની ગઈ છે. 144 વર્ષમાં 22મી વાર એવું બન્યું કે મેચનું પરિણામ બે દિવસમાં આવ્યું હોય. જેથી હયાત હોટેલમાં મેચની જીત અને અશ્વિનની 400 વિકેટની ખુશીમાં કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં 400ના ટેગ સાથેની કેક તૈયાર કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયા મેચ જીતીને જ્યારે હોટેલમાં આવી ત્યારે હોટેલ હયાત રેજન્સીના સ્ટાફ દ્રારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે અશ્વિને તેની 400 વિકેટ અને ટીમ ઇન્ડિયાની જીતનું સેલિબ્રેશન કેક કાપીને કર્યું હતું. જેમાં તમામ ટીમ મેમ્બર અને કોચ સહિત તમામ લોકોએ અશ્વિન અશ્વિનના નારા લગાવીને તેનું અભિવાદન કર્યું હતું. સાથે તમામ ટિમ ઇન્ડિયાના મેમ્બરે અશ્વિનને કેક ખવડાવાની સાથે કેક લગાવીને સેલિબ્રેશન કર્યું હતું.

ભારતે 2 દિવસમાં ઈંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડને 10 વિકેટે પરાજય આપ્યો છે. કોહલીના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ 49 રનના ટાર્ગેટને ભારતે વિના વિકેટે ચેઝ કરી લીધો હતો. ઈંગ્લેન્ડ તેની બીજી ઈનિંગમાં 81 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. આ પહેલા તે પ્રથમ ઈનિંગમાં 112 રનનમાં ઓલ આઉટ થયું હતું. ભારતે પ્રથમ ઈનિંગમાં 145 રન બનાવ્યા હતા અને બીજી ઈનિગમાં વિના વિકેટે 49 રન બનાવ્યા હતા. 144 વર્ષમાં 22મી વાર એવું બન્યું કે મેચનું પરિણામ બે દિવસમાં આવ્યું હોય. આ ટેસ્ટના બે દિવસમાં બન્ને ટીમ મળીને 30 વિકેટો પડી હતી. આ પહેલા ભારતે 2018માં અફઘાનિસ્તાનને બેંગલુરુ ટેસ્ટમાં બે દિવસમાં હરાવ્યું હતું. બીજી તરફ ઈંગ્લેન્ડની આ 12 ટેસ્ટ હતી જે બે દિવસમાં પૂરી થઈ હોય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud