રાજપીપલા પાલિકાની ચૂંટણીમાં 66.78 ટકા મતદાન સાથે રાજ્યમાં ચોથા ક્રમે
જિલ્લા પંચાયતની મોહબુડી-2 (તા.દેડિયાપાડા) ઉપર સૌથી વધુ 97.85 % અને સૌથી ઓછુ લીમડી-2 (તા.ગરૂડેશ્વર) ઉપર 32.44 ટકા મતદાન
પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં- 1 (મ્યુનિસિપલ શાળા) માં સૌથી વધુ- 87.63 ટકા અને વોર્ડ નં- 7 (પંચવટી સોસાયટી) માં સૌથી ઓછુ 44.30 ટકા મતદાન
WatchGujarat સમગ્ર રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં 79.02 ટકાના વિક્રમી મતદાન સાથે નર્મદા જિલ્લો પ્રથમ સ્થાને મોખરે રહ્યોં છે. જ્યારે રાજપીપળા પાલિકાની ચૂંટણીમાં 66.78 ટકા મતદાનની ટકાવારી સાથે રાજ્યમાં ચોથા ક્રમે રહ્યોં હોવાના અહેવાલ જિલ્લા ચૂંટણીતંત્ર તરફથી પ્રાપ્ત થયા છે.
નર્મદા જિલ્લાત પંચાયતની 22 બેઠકો માટે 79 ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં 1,68,913 પુરૂષ અને 1,58,953 મહિલા મતદારો સહિત કુલ- 3,27,866 મતદારોએ મતદાન કરતા પુરૂષ મતદાનની 80.17 ટકા અને મહિલા મતદાનની 77.84 ની ટકાવારી સાથે જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 79.02 ટકાનું મતદાન નોંધાયુ હતું.
સૌથી વધુ મતદાન મોહબુડી-2 (તા.દેડિયાપાડા) માં 97.85 ટકા જ્યારે સૌથી ઓછુ લીમડી-2 (તા.ગરૂડેશ્વર) ઉપર 32.44 ટકા મતદાન નોંધાયુ હતું. જિલ્લા ની 5 તાલુકા પંચાયતમાં થયેલા મતદાનની તાલુકાવાર ટકાવારી જોઇએ તો નાંદોદ તાલુકામાં 78.12 ટકા, તિલકવાડા તાલુકામાં 76.19 ટકા, ગરૂડેશ્વર તાલુકામાં 76.35 ટકા, દેડીયાપાડા તાલુકામાં 80.94 ટકા, સાગબારા તાલુકામાં 80.78 ટકા મતદાનની ટકાવારી નોંધાઇ હતી.
રાજપીપલા પાલિકાની 7 વોર્ડની 28 બેઠકો માટે યોજાયેલા મતદાનમાં 10013 પુરૂષ અને 9629 મહિલા સહિત 19642 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરતા પુરૂષની 69.37 ટકા અને મહિલાની 64.28 સાથે કુલ મતદાનની ટકાવારી 66.78 નોંધાઇ છે. રાજપીપલા પાલિકાની ચૂંટણીમાં નોંધાયેલા મતદાનમાં સૌથી વધુ વોર્ડ નં- 1 (મ્યુનિસિપલ શાળા) માં - 87.63 ટકા અને વોર્ડ નં- 7 (પંચવટી સોસાયટી) માં સૌથી ઓછુ 44.30 ટકા મતદાન નોંધાયું હતું.
નવેમ્બર 2015 માં યોજાયેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 81.29 ટકા મતદાનની ટકાવારી નોંધાઇ હતી અને નર્મદા જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને મોખરે રહ્યો હતો. તેવી જ રીતે રાજપીપલા પાલિકામાં 68.28 ટકા મતદાનની ટકાવારી નોંધાતા ગુજરાતમાં ત્રીજા ક્રમે રહી હતી.