• યુવતી રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સીટી સહિત દેશની અલગ અલગ શિક્ષણ સંસ્થાના 73 વેબસાઇટ ડોમેઇન પોતે ચલાવતી હતી
  • જેવો ગ્રાહક, જેવી ડિગ્રી અને યુનિવર્સીટી પ્રમાણે ₹20 હજારથી 4 લાખમાં કરાતું વેચાણ
  • બિરસમુંડામાં બોગસ ડિગ્રી વેરીફેઈકેશન માટે આવતા વેબસાઈટ પણ બોગસ બનાવી હોવાનો રજિસ્ટ્રારની ફરિયાદ બાદ ભાંડો ફૂટ્યો

WatchGujarat.  નર્મદા જિલ્લા પોલીસે બોગસ ડિગ્રી – માર્કશીટનું દેશવ્યાપી કૌભાંડ ઝડપી પાડી દિલ્હીની પૂર્વ GOOGLE GIRL ની ધરપકડ કરી છે. જેની પાસેથી દેશની અલગ અલગ 35 યુનિવર્સીટીની 510 માર્કશીટ, 237 ડિગ્રી, પ્રિન્ટર, હોલમાર્ક, મશીન, સ્ટેશનરી અને 94 વિવિધ બોર્ડ અને યુનિવર્સીટીના રબર સ્ટેમ્પ કબ્જે કર્યા છે.

રાજપીપળાની બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં 10 ડિસેમ્બરે બનાવટી ડિગ્રી સર્ટીફિકેટ વેરિફિકેશન માટે આવ્યા બાદ દેશવ્યાપી વિવિધ યુનિવર્સીટી અને બોર્ડનું બોગસ માર્કશીટ-ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે. ડિગ્રી સર્ટિફિકેટ અને વેબ સાઇટ ફેક બનાવેલી હોવાનું બહાર આવતા બિરસા મુંડા યુનિવર્સીટીના રજિસ્ટ્રાર દ્વારા રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નર્મદા જિલ્લા SP ડો . હિમકરસિંહે આ અંગે તપાસ LCB P.I. એ.એમ.પટેલ સહિત ટીમને સોંપતા ફેક વેબસાઇટ બનાવનારની ઓળખ છતી થઈ હતી. તપાસમાં કેક ડિગ્રી અને વેબસાઈટ દિલ્હીના ઉત્તમનગર રાજપુરી રોડ ખાતે રહેતી બેઉલા નંદ રેવ બીસી નંદ નામની મહિલાની હોવાનું ખુલ્યું હતું. નર્મદા પોલીસની ટીમ દિલ્હી પોહચી મહિલાના મકાનમાં દરોડો પાડી સર્ચ હાથ ધર્યું હતું.

સર્ચ દરમિયાન બેઉલા નંદ રેવના મકાનમાંથી દેશના અલગ અલગ રાજ્યોની 35 યુનિવર્સીટીના 237 બોગસ ડિગ્રી સર્ટિફિકેટ , 510 માર્કશીટ , પ્રિન્ટર , 94 રબર સ્ટેમ્પ તથા અલગ અલગ યુનિવર્સિટી તથા સંસ્થાઓના તેને બનાવેલા ફેક 73 વેબસાઈટ ડોમેઈન જપ્ત કર્યા હતા .

આ અંગે પત્રકાર પરિષદમાં નર્મદા DSP  ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે , આ ફેક ડીગ્રી કૌભાંડમાં દેશના અલગ અલગ રાજ્યમાં કુલ 31 એજન્ટ્સ સામેલ છે. દેશના હજારો લોકોએ આ ટોળકીઓ પાસેથી ફેક ડીગ્રી – માર્કશીટ લીધી હશે, એવું હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે. કઈ યુનિવર્સીટી માંથી કઈ ડિગ્રી જોઈએ છે એ મુજબ તેઓ પૈસા લેતા હતા.

સ્નાતકથી લઈ અનુ સ્નાતક, પીએચડી સુધીની ડીગ્રીના ₹ 20 હજારથી લઈને ₹ 4 લાખ સુધીનો ભાવ હતો. ગ્રાહક કેવો છે એની પર પણ એ લોકો ભાવ વધ ઘટ કરતા હતા. ખાસ કરીને જેને વિદેશ જવું હોય એ જ લોકોને ફેક ડીગ્રી આ લોકો વેચતા હતા. આ કૌભાંડમાં 31 એજન્ટ્સ સિવાય વધુ લોકોની પણ સંડોવણી હોઈ શકે છે. જુદી જુદી 4 ટીમ બનાવી 31 એજન્ટ્સની ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે.

કૌભાંડમાં યુનિવર્સીટીના અધિકારીઓ-કર્મચારીઓની પણ પ્રબળ શકયતા, સઘન તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ SIT ની રચના

  • મૂળ છત્તીસગઢની ડિપ્લોમા થયેલી મહિલા 10 વર્ષથી દિલ્હીમાં નામાંકિત કંપનીમાં નોકરી કરતી
  • વર્ષ 2020 થી બોગસ ડિગ્રી બનાવી વેચતી, ખાસ વિદેશ જવા ઇચ્છુક લોકોને કરાતા ટાર્ગેટ

SP ડો . હિમકર સિંહે જણાવ્યું હતું કે, આ કૌભાંડની વધુ સઘન તપાસ માટે એસ.આઈ.ટીની રચના કરાશે.એસ.આઈ.ટીના અધ્યક્ષ તરીકે કેવડિયા DYSP વાણી દુધાત હશે. જ્યારે ટીમના અન્ય સભ્ય તરીકે LCB પી.આઈ સહિત અન્ય અધિકારીઓને જોડાશે. આ ફેક ડીગ્રીના વેરિફિકેશન માટે જુદી જુદી યુનિવર્સિટીના કર્મચારીઓ પણ સામેલ હોય એવું લાગી રહ્યું છે.

રાજપીપળાની બિરસા મુંડા યુનિવર્સિટી ડિગ્રીનો પણ સોદો થયો હતો પરંતુ કોઈ લેવા આવ્યું નહોતું . આ 35 યુનીવર્સીટીઓ પૈકી અમુક યુનિવર્સિટી પાછલી તારીખમાં ડિગ્રી આપે છે. જ્યારે પકડાયેલી મહિલા આરોપી સહિત અન્ય લોકો પોતે જ અલગ અલગ યુનીવર્સીટીની ડીગ્રી અને માર્કશીટની પ્રિન્ટર પર પ્રિન્ટ કાઢે છે. આ ફેક ડિગ્રીઓ જ્યારે યુનિવર્સીટી પર વેરિફિકેશન માટે જાય છે ત્યારે ત્યાંના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ મારફતે આ એજન્ટ ડિગ્રી અને માર્કશીટનું વેરિફિકેશન કરાવી લેતા હતા. રાજપીપળાની બિરસા મુંડા યુનીવર્સીટીમાં જો કોઈ એવો કર્મચારી કે અધિકારી હશે એની સામે પણ કાર્યવાહી થશે .

કૌભાંડમાં પકડાયેલી મહિલા બેઉલા નંદ રેવ બીસી નંદ મૂળ છત્તીસગઢની રહેવાસી છે. ડિપ્લોમા કોમ્પ્યુટરનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 10 વર્ષથી એ દિલ્હીમાં રહી અલગ અલગ સંસ્થાઓ અને મોટી મોટી નામાંકિત કંપનીમાં નોકરી કરતી હતી. એણે ગૂગલ જેવી મોટી કંપનીમાં પણ કામ કર્યું છે. વર્ષ 2020 થી એ ફેક ડીગ્રી વેચવાની પ્રવૃતિઓ કરી રહી છે. જેની વધુ તપાસ માટે 6 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આ કૌભાંડમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

Facebook Comments Box

Videos

Our Partners