• વડોદરાથી સુરત તરફ NH 48 ઉપર ટોલ પ્લાઝાથી લઈ નર્મદા ચોકડી સુધી 4 કિલોમીટર લાંબી કતારો
  • માંડવા ટોલ પ્લાઝા પાસે ઉબડખાબડ રસ્તાના કારણે પુનઃ ટ્રાફિક જામે માથું ઊંચક્યું
  • નવા નર્મદા મૈયા બ્રિજ OLD NH 8 ઉપર સુરતથી અંકલેશ્વર તરફની લેનમાં સર્જાયો જામ
  • નવા બ્રિજ ઉપર દક્ષિણ ગુજરાતના કાર ચાલકોનું વધુ ભારણ અને લોકોની આડેધડ સેલ્ફીઓ માટે પડાવથી સર્જાતી સમસ્યા
  • બન્ને હાઇવેના ચક્કાજામએ ભરૂચ-અંકલેશ્વરના EXIT અને ENTRY પોઇન્ટને પણ કલાકો સુધી બાનમાં લીધા

WatchGujarat. નવો નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge) કાર્યરત થઈ ગયો છે જોકે વરસાદી માહોલ અને વાહનોના જુના તેમજ નવા હાઇવે (Highway) ઉપર વધુ ભારણ સાથે ભરૂચ નજીક નર્મદા નદી પાસે ફરી ટ્રાફિકજામની (Traffic jam) કતારોએ બન્ને હાઇવે અને શહેરોના આંતરીક માર્ગને ભરડામાં લીધા છે.

ભરૂચ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર NH 48 ઉપર પુનઃ એકવાર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી છે. ટોલ પ્લાઝાથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની લાંબી લાઈન લાગી રહી છે.

નેશનલ હાઈવે નંબર 48 (National Highway 48) ઉપર અવાર નવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. ચોમાસું નજીક હોય ત્યારે યોગ્ય સમારકામના અભાવે આ સ્થિતિનું નિર્માણ થાય છે. મુલદ ટોલ પ્લાઝા પાસે સુરત તરફ જવાના માર્ગ ઉપર રસ્તો અત્યંત ઉબડ ખાબડ છે અને તેના કારણે વાહનોની ગતિ ધીમી પડી જાય છે. જેથી સતત ધમધમતા હાઈવે ઉપર ટ્રાફિકજામ થઇ જાય છે.

મંગળવારે રાત બાદ બુધવારે સવારે પણ ટ્રાફિક જમણી સ્થિતિ જોવા મળી હતી. ટોલ પ્લાઝાથી ઝાડેશ્વર ચોકડી સુધી વાહનોની કતારો જોવા મળી હતી. વાહન ચાલકોના સમય અને ઇંધણ બંનેનો વ્યય જોવા મળ્યો હતો. ત્યારે નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા આ સમારકામ ઝડપથી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Bharuch, Narmada Bridge Traffic Jam
Gujarat, Bharuch, Narmada Bridge Traffic Jam

હાઇવે પર ટ્રાફિક જામના કારણે નવનિર્માણ પામેલા નર્મદા મૈયા બ્રીજ ઉપર પણ ઘણા વાહનો ડાયવર્ટ થઇ રહ્યા છે જેના પગલે અહી પણ ક્યારેક ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે છે. ખાસ કરીને રાત્રીના સમયે એક તરફ કેટલાક લોકો બ્રીજ ઉપર સેલ્ફી લેવા પહોચે છે અને ટ્રાફિકને અડચણ થાય તે રીતે વાહનો પાર્ક કરે છે. બીજી તરફ વાહનોના ભારણના કારણે ટ્રાફિક જામ જોવા મળે છે. રાતે નવા બ્રીજ ઉપર આડેધડ પાર્કિંગ કરતા વાહનોને અટકાવાય તેવી પણ માંગ ઉઠવા પામી છે.

ભરૂચ પાસે નર્મદા નદી (Narmada River)  ઉપર જુના તેમજ નવા હાઇવે ઉપર ટ્રાફિકજામની વર્ષો જૂની વિકરાળ સમસ્યા થી વાહન ચાલકોને છુટકારો અપાવવા હાલ જૂનો-નવો સરદાર બ્રિજ, કેબલબ્રિજ તેમજ નર્મદા મૈયા અને ગોલ્ડનબ્રિજ મળી 5 પુલની 14 લેન હોવા છતાં ટ્રાફિકની સમસ્યા હાલ જૈસે થે જોવા મળી રહી છે.

NH 48 ઉપર ટોલટેક્સથી વડોદરા તરફ નર્મદા ચોકડી સુધી જ્યારે જુના નેશનલ હાઇવે 8 ઉપર નર્મદા મૈયા બ્રિજથી લઈ અંકલેશ્વર તરફ વાહનોની કતારો પડી જતા વાહનચાલકોની હાલાકીનો પાર રહ્યો ન હતો. આ ટ્રાફિકે બન્ને શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટને પણ ચપેટમાં લઈ લીધા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud