• સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી સોશિયલ સર્કલ સ્થિત એક બેંકમાં નોકરી કરે
  • પાડોશમાં રહેતા રોમીયોએ તેની સાથે દુર્વ્યવહાર કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો
  • પોલીસે ગણતરીના સમયમાં યુવકને જેલના સળીયા પાછળ ધકેલ્યો

WatchGujarat. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી અને ખાનગી બેન્ક માં કામ કરતી 24 વર્ષીય યુવતીને તેના જ પાડોશમાં રહેતો યુવક દ્વારા અવર નવાર હેરાનગતિ કરવામાં આવતી હતી. યુવતીએ આ બાબતે યુવકને આવું ન કરવા માટે ટકોર પણ કરી હતી અને યુવક સામે યુવતીએ ત્રણ વખત પોલીસમાં અરજી પણ કરી હતી. પરંતુ યુવક કઈ પણ સમજવા માટે તૈયાર ન હતો. અને તેને 29 તારીખે યુવતીની શારીરિક છેડતી કરતા યુવતીએ યુવક સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.

પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ પાંડેસરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી સોશિયલ સર્કલ સ્થિત એક બેંકમાં નોકરી કરે છે. અને રોજ પાંડેસરા થી ઉધના અપડાઉન કરે છે. યુવતીના સોસાયટીમાં રહેતો એક યુવક તેણે અવર નવર હેરાન-પરેશાન કરતો હતો. ગઈકાલે સાંજે જ્યારે યુવતી ઘરે જવા માટે નીકળતી હતી ત્યારે રોમિયો કિશન સિંહ રાઠોડ યુવતીના નજીકથી ગાડી લઇ જઇને તેની શારીરિક છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી યુવતીએ કંટાળીને રોમિયો કિશન સિંહ રાઠોડ સામે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી પાંચ વર્ષ અગાઉ ઉધના વિસ્તારમાં આવેલી ચીકુવાડી સોસાયટીમાં રહેતી હતી. અને એ જ સોસાયટીમાં રોડ રોમિયો કિશન સિંહ રાઠોડ પણ રહેતો હતો. યુવતીએ ચીકુવાડી સોસાયટીમાં થી પોતાનું મકાન બદલી પાંડેસરા પિયુષ પોઈન્ટ ખાતે એક સોસાયટીમાં રહેવા જતી રહી હતી. પરંતુ કિશન સિંહ રાઠોડ તેનો પીછો છોડવા તૈયાર ન હતો છેલ્લે કિશન સિંહ રાઠોડ તેની તમામ હદો વટાવી ગયો હતો. જેથી યુવતીએ તેની સામે પોલીસ ફરિયાદ કરી હતી. અને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ખટોદરા પોલીસે પોલીસે આ બાબતે છેડતીની ફરિયાદ લઇ યુવકની ધરપકડ કરી છે, અને આગળની તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud