આર. બી. બારડ અગાઉ મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે કાર્યરત હતા અને ભૂતકાળમાં ટીમ વડોદરાનો ભાગ રહી ચૂક્યા છે
ચોમાસા વિષયક મોનીટરીંગ અને તમામ વિભાગો સાથે સંકલનથી લોકલક્ષી વહીવટને અગ્રતા આપવાની નવા કલેક્ટરે નેમ વ્યક્ત કરી
વ્યાપક રસીકરણ સંભવિત ત્રીજી લહેરના અનુસંધાને અસરકારક પૂર્વ તૈયારીઓ કરાશે - જિલ્લા કલેક્ટર
[caption id="attachment_1224312" align="aligncenter" width="1280"] Gujarat, Vadodara Collector Mr. R.B Barad[/caption]
Watchgujarat. નવ નિયુક્ત જિલ્લા કલેકટર આર.બી.બારડનું આજે કલેકટર (Vadodara Collector) કચેરી ખાતે આગમન થતાં નિવાસી અધિક કલેકટર દિલીપ પટેલ અને ઉચ્ચ અધિકારીઓએ તેમનું ઉષ્માસભેર સ્વાગત કર્યું હતું. તેઓ અગાઉ મહીસાગર જિલ્લાના કલેક્ટર તરીકે કાર્યરત હતા અને ભૂતકાળમાં ટીમ વડોદરાનો ભાગ રહી ચૂક્યા છે.
https://youtu.be/cPs13kkHesk
વિધિવત પદભાર સંભાળ્યા પછી તેમણે જણાવ્યું કે ,હાલમાં મહામારીની પરિસ્થિતિ છે ત્યારે રસીકરણ ખૂબ અગત્યનું છે અને રસીકરણ હજુપણ વધુ વેગવાન બને તેવો પ્રયત્ન કરીશું.
ભવિષ્યમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવામાં સરળતા રહે અને ભૂતકાળના અનુભવનો વિનિયોગ થાય, ખામીઓ જણાઈ હોય એ સુધારી લેવાય તે રીતે સંભવિત ત્રીજી લહેર સામેની પૂર્વ તૈયારીઓને અગ્રતા આપવાની સાથે ચોમાસામાં લોકોને મુશ્કેલી ન પડે તેના માટે યોગ્ય મોનીટરીંગ ને તેમજ રોજીંદા મહેસૂલી કામો નું સમયબદ્ધ નિરાકરણ અને જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો સાથે સંકલનથી લોકલક્ષી વહીવટને અગ્રતા આપીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા 77 ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં વડોદરાના જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. તાજેતરમાં શાલિની અગ્રવાલે વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે પદભાર સંભાળ્યો હતો.
Gujarat, Vadodara Collector Mr. R.B Barad