• વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં
  • 31 ડિસેમ્બર સુધી રાતના 9થી સવારના 7 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં
  • અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં નાઈટ કર્ફ્યૂ લાગુ છે.

રાજ્યના ચાર શહેરોમાં 1થી 14 જાન્યુ. સુધી હવે 9 ને બદલે રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ

WatchGujarat. કોરોનાની મહામારીને કારણે ગુજરાતના તમામ પતંગોત્સવ રદ કરવામાં આવ્યા છે. આજે મળેલી કેબિનેટની બેઠકમાં રાત્રિ કર્ફયૂનો સમય પણ ઘટાડીને 1 જાન્યુઆરીથી 9 વાગ્યાને બદલે 10 વાગ્યાથી 6 વાગ્યાનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નાઈટ કર્ફ્યુ 14 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે. તેમજ વિવિધ શહેર અને જિલ્લામાં યોજાતા પતંગોત્સવ તથા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાશે નહીં. ઉલ્લેખનીય છે કે અલગ અલગ 8 જગ્યાએ પતંગોત્સવ યોજાતા હતા.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં 1 જાન્યુઆરી 2021થી રાત્રિ કર્ફ્યૂના અમલનો સમય રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો કર્યો છે.મુખ્યમંત્રીએ રાજ્યના આ ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુની આ સમય વ્યવસ્થા 14 જાન્યુઆરી સુધી અમલમાં રાખવામાં આવશે તેવો પણ નિર્ણય કર્યો છે.

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રીના વડપણ હેઠળ કોરોના સંક્રમણની સ્થિતિ અને નિયંત્રણ પર ધ્યાન રાખવા બનેલી કોર કમિટીની બેઠકમાં આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. છેલ્લા પંદર દિવસથી રાજ્યમાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઘટી રહી છે અને સાથોસાથ એક્ટિવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાયો છે, તેથી હવે કર્ફ્યૂનો સમય ઘટાડવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો એવી સ્થિતિ મકરસંક્રાંતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં એ અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય એની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે સરકાર મકરસંક્રાંતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, એ અંગે સૂચના મેળવીને જણાવો.મકરસંક્રાંતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે.

More #રાજ્યના #Night #Curfew #Deadline #Extended #4-cities #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud