શહેરના સોદગરવાડમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી પિતા પુત્ર પાસેથી 133 ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યુ
મુંબઇનો મેહંદી ઉર્ફે મોહમ્મદ ઝૈદ MD ડ્રગ્સનો સપ્લાયર
શહેરના વરાછા રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે રૂ. 22.04 લાખની કિંમતનો 220 કિલો 400 ગ્રામ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો
સુરતમાં ડ્રગ્સનુ વેચાણ બિલકુલ ચલાવી નહીં લેવાય – પો. કમિશ્નર અજય તોમર
WatchGujarat સુરતમાં પોલીસ દ્વારા છેલ્લા ચાર મહિના જેટલા સમયથી #NODRUGSINSURAT કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે. જેના પરિણામે અગાઉ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મેગા ઓપરેશન પાર પાડી વિપુલ માત્રમાં MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ ફરી એક વખત ક્રાઇમ બ્રાન્ચની ટીમેશહેરના સોદાગવાડ અને વરછા વિસ્તારમાંથી લાખોની કિંમતના એમ.ડ઼ી ડ્રગ્સ અને ગાંજા સાથે ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આ મામલે સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમારએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, સુરત ક્રાઇમ બ્રાન્ચને છેલ્લા બે દિવસમાં મહત્વની સફળતા મળી છે. જેમાં શહેરના સોદાગરવાડમાં દરોડો પાડી અબ્દુલકાદર ડોબીવાલા અને તેના પુત્ર ઉસ્માનગની ઉર્ફે સલમાનની ધરપકડ કરી હતી. પોલીસે પિતા-પુત્ર પાસેથી રૂ. 13.30 લાખની કિંમતનુ 133 ગ્રામ સિનથેટીક ડ્રગ્સ (MD DRUGS) સહીત રૂ. 13.68 લાખનો મુદ્દામાલ કબજે બન્નેની ધરપકડ કરી છે. જ્યારે ઉસ્માનગની ઉર્ફે સલમાનને મુંબઇની સાકીનાકા પેનનસુલ્લા હોટલની ગલીમાં રહેતો મેહંદી ઉર્ફે મોહમ્મદ ઝૈદ MD ડ્રગ્સનો જથ્થો આપતો હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
જ્યારે બીજી તરફ શહેરના વરછા વિસ્તારમાં આવેલા બાલુ મહારાજના ટેકરા ખાતે રહેતા 29 વર્ષીય ચંદ્રસિંહ પ્રતાપસિંગ સિસોદિયાના ટેમ્પોમાંથી રૂ. 22.04 લાખની કિંમતનો 220 કિલો 400 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જોકે ચંદ્રસિંહ ટેમ્પો ચલાવવાનો વ્યવસાય કરતો હોવાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કતારગામ ગજેરા સર્કલ પાસેથી તેને ગાંજાના જથ્થા સાથે દબોચી લીધો હતો.
વધુમાં તેઓએ જણાવ્યું કે, MD ડ્રગ્સ સાથે ઝડપાયેલો ઉસ્માનગની ઉર્ફે સલમાન વર્ષ 2012માં ચોકબજાર પોલીસ મથકમાં વાહનચોરીના ગુનામાં અને વર્ષ 2018માં અઠવા લાઈન્સ પોલીસ મથકમાં ધાક ધમકીઓ આપવાના ગુનામાં ઝડપાયો હતો.
ગુનેગારોને સુરત પોલીસ કમિશ્નરની ચેતવણી
સુરત પોલીસ કમિશનરે ઉમેર્યું કે, એમ.ડી. ડ્રગ્સ એ ખુબ જ ખરાબ ડ્રગ્સ છે. કોઈ પણ વ્યક્તિ આ ડ્રગ્સ એક વખત લે તો બંધામી થઇ જાય છે, અને બાદમાં તેને આ ડ્રગ્સના નશામાંથી બહાર લાવવું મુશ્કેલ થઇ જાય છે. સુરતમાં ગાંજા અને ડ્રગ્સનું વેચાણ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહિ. અને ડ્રગ્સ વેચતા અને લાવતા લોકોને કોઈ પણ ભોગે છોડવામાં આવશે નહી. આવનારા દિવસોમાં આ ઘટનાના મૂળ સુધી પહોચવામાં આવશે અને આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવામાં આવશે