• રાજકોટમાં 80 વર્ષીય અનિરુદ્ધભાઈ માયાને થોડા સમય પહેલાં કોરોના અને પેરેલેસીસનો એટેક આવ્યો
  • તેમના જીવનમાં સતત ગુસ્સો, આક્રમક સ્વભાવ અને બોલવાનું પણ વધુ પડતું થઈ ગયું
  • મીનાબેનનાં આગ્રહથી ડો. ધારાએ 11 જુનથી તેમના ઘરે જવાની શરૂઆત કરી
  • સતત કાઉન્સેલિંગ દ્વારા તેમનો ગયેલો આત્મવિશ્વાસ ફરી પાછો ફર્યો

WatchGujarat. મનોવિજ્ઞાન ભવનના અધ્યાપકો છેલ્લા દોઢ વર્ષથી સતત કાઉન્સેલિંગ કરી-કરીને લોકોને માનસિક સધિયારો આપી રહ્યા છે તે માળામાં એક વધુ મણકો ઉમેરાયો છે. જેમાં કાઉન્સેલિંગ દ્વારા 80 વર્ષના વડીલે માનસિક શાંતિ અનુભવી છે. સાથે જ તેઓનો ગુસ્સો પણ કાબુમાં આવ્યો છે. એટલું જ નહીં કાઉન્સલિંગથી પોતાનું સ્વાસ્થ્ય સુધાર્યું હોવાનો વડીલ અને તેમની પુત્રી  દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત અનુસાર, શહેરમાં રહેતા 80 વર્ષીય અનિરુદ્ધભાઈ માયાને થોડા સમય પહેલાં કોરોના અને પેરેલેસીસનો એટેક આવ્યો હતો. બાદમાં તેંમનું ડાબું અંગ વધુ ક્ષતિગ્રસ્ત બન્યું હોય તેમને હલન ચલનમાં તકલીફ પડતી. જેના કારણે સતત ગુસ્સો, આક્રમક સ્વભાવ અને બોલવાનું પણ વધુ પડતું થઈ ગયું હતું. પોતાના જિદ્દી સ્વભાવ ને કારણે તેઓ ગુસ્સો કરી બેસતા હતા. જેને લઈને તેમના દીકરી મીનાબેન શાહે મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશીનો સંપર્ક કર્યો હતો. અને આ અંગે જરૂરી મદદ કરવા જણાવ્યું હતું.

મીનાબેનનાં આગ્રહથી ડો. ધારાએ 11 જુનથી તેમના ઘરે જવાની શરૂઆત કરી હતી. અને તેમનું કાઉન્સેલિંગ તેમજ ઓટો સજેશન કરવામાં આવ્યું હતું. સતત થઈ રહેલા આ કાઉન્સેલિંગથી અનિરુદ્ધભાઈનાં ગુસ્સા, જિદ્દી સ્વભાવ અને આક્રમકતામાં ઘણો સુધારો થયો છે. એટલું જ નહીં તેઓ બેસી પણ શકતા નહોતા. આ સમયે ડો. ધારાએ તેમનામાં આત્મવિશ્વાસ જગાડીને તેમને બેસવાની શરૂઆત કરાવી છે. જેને લઈને આજે તેઓ ઘણી રાહત અનુભવી રહ્યા છે.

સતત કાઉન્સેલિંગ દ્વારા તેમનો ગયેલો આત્મવિશ્વાસ ફરી પાછો ફર્યો છે. અને તેઓએ પોતાના આવેગો પર નિયંત્રણ રાખવાની શરૂઆત પણ કરી હોવાનું તેઓના પુત્રી મીનાબહેને જણાવ્યું હતું. અને મનોવિજ્ઞાન ભવન દ્વારા કરવામાં આવતી આ કામગીરીને બિરદાવી હતી. તો કોરોના અને પેરેલીસિસ સામે લડી ચૂકેલા અનિરુદ્ધ ભાઈએ જાતે પણ કહ્યું હતું કે, અગાઉ હું સારી રીતે સુઈ પણ નહોતો શકતો. પરંતુ આ કાઉન્સલિંગ બાદ મને સારી ઊંઘ આવે છે અને મારા સ્વાસ્થ્યમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે. આ માટે પોતે ડો. ધારાબેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud