10 મીટરની પણ વિઝિબિલિટી ન હતી આટલા વર્ષોમાં પહેલી વાર આવા દ્રશ્યો જોયા – આર. કે પાન્ડે (ઇન્સીડન્ટ ઇન્ચાર્જ, એક્સપ્રેસ હાઇવે)
અમદાવાદથી વડોદરા તરફ આવતી ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત
રાજ્ય ભરમાં આજ સવારથી ગાઢ ધુમ્મસની સમસ્યા
એક્સપ્રેસ હાઇવે સહીત નેશનલ હાઇવે પર પણ ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકો અટવાયા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં કોઇ જાનહાની નહીં માત્ર વાહનોને નુકશાન
WatchGujarat રાજ્ય ભરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હોવાની સમસ્યા સામે આવી છે. ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક સાથે 20થી 25 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કોઇને જાનહાની પહોંચી ન હતી, માત્ર વાહનોને ભારે નુકશાન પહોંચ્યુ હોવાનુ જાણવા મળી રહ્યું છે.
બનાવ અંગે એક્સપ્રેસ હાઇવેના ઇન્સીડન્ટ ઇન્ચાર્જ આર. કે પાન્ડેએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, આજે સવારે અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ગાઢ ધુમ્મસ હોવાના કરાણે ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આટલા વર્ષોમાં પહેલી વખત આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યાં છે. જ્યાં 10 મીટરની પણ વિઝિબિલિટી ન હતી. જેના કારણે ઓવર ટેકીંગ લેન પર ચાલતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના આ બનાવમાં કોઇને ઇજા કે જાનહાની પહોંચી નથી માત્ર વાહનોનોને નુકશાન પહોંચ્યું છે.
https://youtu.be/wIRbbZH2C6o
વધુમાં તેઓએ જણાવ્યું કે અકસ્માતનો આ બનાવ અમદાવાદની હદમાં બન્યો છે. અમદાવાદથી 15 કી.મીની દુરી પર આ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે અકસ્માતનો બનાવ બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
જોકે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહીવત હોવાથી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદથી વડોદરા તરફ આવતી ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
10 મીટરની પણ વિઝિબિલિટી ન હતી આટલા વર્ષોમાં પહેલી વાર આવા દ્રશ્યો જોયા – આર. કે પાન્ડે (ઇન્સીડન્ટ ઇન્ચાર્જ, એક્સપ્રેસ હાઇવે)
અમદાવાદથી વડોદરા તરફ આવતી ગાડીઓ વચ્ચે સર્જાયો અકસ્માત
રાજ્ય ભરમાં આજ સવારથી ગાઢ ધુમ્મસની સમસ્યા
એક્સપ્રેસ હાઇવે સહીત નેશનલ હાઇવે પર પણ ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકો અટવાયા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં કોઇ જાનહાની નહીં માત્ર વાહનોને નુકશાન
WatchGujaratરાજ્ય ભરમાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકો અટવાયા હોવાની સમસ્યા સામે આવી છે. ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે એક સાથે 20થી 25 ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની આ ઘટનામાં કોઇને જાનહાની પહોંચી ન હતી, માત્ર વાહનોને ભારે નુકશાન પહોંચ્યુ હોવાનુ જાણવા મળી રહ્યું છે.