• ચૂંટણી પડઘમ શાંત થતાં ઉમેદવારોના ફોટા અને ચિન્હ સાથેની સ્લિપનું ઘેર ઘેર વિતરણ કરાયું
  • તમામ પક્ષ દ્વારા આ પ્રકારની સ્લિપ ઘેર ઘેર પહોંચે તેવું વ્યવસ્થા કરવામાં આવી
  • અગાઉ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા સહિતના સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં જંગી રેલી અને સભાઓ યોજી હતી

WatchGujarat રાજ્યમાં ચૂંટણી પ્રચારનો પડઘમ શાંત પડયાબાદ આવતીકાલે રવિવારે 6 મહાનગર પાલિકાઓની ચૂંટણીનું સવારથી મતદાન યોજાશે. BJP, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટીએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તમામ રાજકીય પક્ષો દ્વારા ફરી એકવાર મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. BJPએ બહુમતની જીત આશાએ તો કોંગ્રેસે કામ કરવાના વાયદાઓ કર્યા. ત્યારે AAPએ પોતાને તક આપવાની વાતો સાથે મતદારોને રીઝવવાના પ્રયાસ કર્યા ચ. હવે મતદારો કોની તરફ મતદાન કરશે એ તો પરિણામો જ બતાવશે.

દરમિયાન આજરોજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કરીને મતદારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ગુજરાતીમાં ટ્વિટ કરીને રાજ્યની જનતાને AAPને એક મોકો આપવાની વાત કરી છે. તેમણે ટ્વિટમાં એવું લખ્યું છે કે “એક મોકો AAPને પછી જુઓ ગુજરાતને” અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદીયા સહિતના સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં જંગી રેલી અને સભાઓ યોજી મતદારોનું આકર્ષણ પોતાની તરફ ખેંચ્યું હતું.

રાજકીય પક્ષોના પ્રચાર પડઘમ શાંત થયા પછી હવે કાર્યકરો ખાનગી મીટિંગો કરીને મતદારોને મતદાન કરવા માટે જણાવી રહ્યાં છે. કોર્પોરેશનની ચૂંટણીમાં જીતવા અંતિમ સમયે પણ ઉમેદવારો દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તમામ સોસાયટીઓમાં ચૂંટણીમાં એક દિવસ અગાઉ ઉમેદવારોના નામ, ફોટા, ચિન્હ અને નંબર સાથેની સ્લિપ વહેચવામાં આવી હતી. આ સ્લિપમાં મતદારોના પણ નામ, વોર્ડનું નામ, નંબર, મતદાર ક્રમાંક અને મતદાન મથકના નામ અને રૂમ નંબર સહિતની વિગત આપવામાં આવી હતી.

તમામ પક્ષ દ્વારા આ પ્રકારની સ્લિપ ઘેર ઘેર પહોંચે તેવું વ્યવસ્થા કરવામાં આવી હતી.ઘણી સોસાયટીઓમાં આગેવાનોનો સંપર્ક કરીને વધુ મતદાન કરાવવા પણ જણાવવામાં આવ્યું હતું.પ્રચાર પડઘમ શાંત થતાં પણ ઉમેદવારી દ્વારા જીતવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

1.14 કરોડ મતદારો 6 કોર્પોરેશનમાં મત્તાધિકારનો ઉપયોગ કરશે

6 મહાનગરપાલિકામાં 21 ફેબ્રુઆરીના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 1,14,67,358 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર 204ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud