ચૂંટણી ટાણે મતદારોને રીઝવવા માટે અવનવા કીમિયા અજમાવતા રાજકિય નેતાઓ
વિરોધ પક્ષના નેતાએ પાર્કિંગ, શાળા, પીવાનું શુદ્ધ પાણી સહિતના મુદ્દે સંકલ્પ જાહેર કર્યો
પરેશ ધાનાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી ફરી એકવાર અલગ અંદાજમાં જોવા મળ્યા. હાલ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ ભડકે બળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ અમદાવાદના વિરાટનગરમાં રાંધણગેસ સિલિન્ડર પર બેસીને સભાને સંબોધન કર્યું અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો.
આમ તો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીના અનેકવાર અલગ અલગ અંદાજમાં ફોટો અને વિડિઓ વાયરલ થતા હોય છે. ક્યારેક સીટી બસ ચલાવતા, ક્યારેક પુરીઓ તળતા ક્યારેક સ્કૂટર કે બાઇક ચલાવતા વિડીયો વાયરલ થયેલા છે. અને દરેક વખતે આ વાયરલ વીડિયો થકી ચર્ચામાં રહેતા હોય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યારે પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે.
https://youtu.be/drjtJ6ohfMs
હાલ ચૂંટણી સમયે ઉમેદવાર કોઈ ઘોડા પર બેસીને કોઈ સાયકલ પર બેસીને, કોઈ હાથી પર બેસીને કોઈ રોડ શો કરીને મતદારોને રીઝવવા પ્રયાસ કરતા હોય છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાંધણ ગેસ સિલિન્ડર બેસીને સભા કરતા તેઓ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.
તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી રાંધણ ગેસ સિલિન્ડર પર બેસી સભા સંબોધી હતી. હાલમાં પેટ્રોલના ભાવ 86 રૂપિયા અને ડીઝલના ભાવ 83 રૂપિયા જ્યારે રાંધણગેસ સિલિન્ડર ના ભાવ 770 રૂપિયા થઈ ગયા છે. ત્યારે પરેશ ધાનાણીએ વધતી મોંઘવારી મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા.
સાથે જ કોંગ્રેસની સરકાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવશે તો લોકોના ઘરે પીવાનું શુદ્ધ પાણી પહોંચાડશે, સરકારી હોસ્પિટલમાં મફત સારવાર, દરેક વિસ્તારમાં ખાનગી શાળાને ટક્કર મારે તેવી મોર્ડન ઈંગ્લીશ સ્કૂલ, સમગ્ર શહેરમાં વિદ્યાર્થીઓ માટે ફ્રી વાયફાય ઝોન, મલ્ટી લેવલ પાર્કિગમાં નાના મોટા વાહનો માટે ફ્રી પાર્કિગ વ્યવસ્થા સહિત રોડ રસ્તાઓ અને અલગ અલગ સુવિધાઓ પુરી પાડવાનો કોંગ્રેસએ સંકલ્પ કર્યો છે તેવું જણાવ્યું હતું.