• આદિવાસી રિઝર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સાચા આદિવાસી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે.
  • ચૂંટણી અધિકારીને લેખિત અરજી કરી ભાજપના નિમિષા સુથારની ઉમેદવારી રદ્દ કરવા અરજી કરી

WatchGujarat પંચમહાલ જિલ્લાની મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.મોરવા હડફ પેટા ચૂંટણી ફરી એક વખત જાતિ મામલે વિવાદમાં ફસાઇ છે. કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કટારા દ્વારા ભાજપના ઉમેદવાર સામે વાંધા અરજી કરાઈ છે. ચૂંટણી અધિકારીને લેખિત અરજી કરી ભાજપના નિમિષા સુથારની ઉમેદવારી રદ્દ કરવા અરજી કરી છે. આદિવાસી રિઝર્વ બેઠક માટે ભાજપના ઉમેદવાર સાચા આદિવાસી ન હોવાનો અરજીમાં ઉલ્લેખ કરાયો છે. ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર સાચા અનુસૂચિત જનજાતિના ન હોય તેમની ઉમેદવારી રદ્દ કરવા અરજી કરાઈ છે.

આગામી 17મી એપ્રીલે યોજાનારી મોરવા હડફની પેટાચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે પોતપોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે નીમિશાબેન સુથારને ટિકિટ આપી છે. જ્યારે કૉંગ્રેસે મોરવાહડફ બેઠક માટે સુરેશભાઈ કટારાને કૉંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે. આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડફ માટે સુરેશ કટારાને ઉમેદવાર જાહેર કરવામાં આવતા અમિત ચાવડાએ અભિનંદન પાઠવ્યા છે.

કોણ છે ભાજપના ઉમેદવાર નિમિષા સુથાર?

મોરવા હડફ બેઠક પર ભારતીય જનતા પાર્ટી (BJP)એ નિમિષા સુથારને ઉમેદવાર બનાવ્યા છે. મોરવા હડફ બેઠક પર ભાજપમાંથી 21 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી જેમાંથી ચાર નામની પેનલ હાઇકમાન્ડને મોકલવામાં આવી હતી જેમાંથી નિમિષા સુથારનું નામ ફાઇનલ કરવામાં આવ્યુ હતું. નિમિષા સુથાર વર્ષ 2012ની પેટા ચૂંટણીમાં ધારાસભ્ય બન્યા હતા. હાલ તેઓ જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ તરીકે જવાબદારી નીભાવી રહ્યા છે.

કોંગ્રેસે સુરેશ કટારાને આપી છે ટિકિટ

સુરેશ કટારાએ કૉંગ્રેસે મોરવા હડફ બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે. સુરેશ કટારાએ ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. છેલ્લા 25 વર્ષથી કૉંગ્રેસના સક્રીય સભ્ય છે. સુરેશભાઈ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરેશભાઈએ 10 વર્ષ સુધી સાગવાડા ગ્રામ પંચાયતા સરપંચ તરીકે સેવા આપી છે. સુરેશભાઈના પિતા સ્વ છગનભાઈ કટારા ત્રણ ટર્મ સુધી તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. સુરેશભાઈના પત્ની હાલ રજાયતા જિલ્લા પંચાયત બેઠકના સભ્ય છે.

17મી એપ્રિલે મોરવા હડફ વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. ભૂપેંદ્ર ખાંટનું અવસાન થતા બેઠક ખાલી પડી છે. 30મી માર્ચ ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ હશે. 31મી માર્ચે ઉમેદવારી પત્રની ચકાસણી કરાશે.

પંચમહાલ જિલ્લાની આદિવાસી અનામત બેઠક મનાતી મોરવાહડપ પરથી અપક્ષ તરીકે ચૂંટાયેલા ભૂપેન્દ્ર ખાંટના ધારાસભ્ય પદને લઇ વિવાદ થયો હતો. જેમાં ભુપેન્દ્ર ખાંટના જાતિ પ્રમાણપત્ર લઈ BJP ઉમેદવાર દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર ખાંટ વિરુદ્ધ જાતિ પ્રમાણ પત્ર અને લઈ કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. જેને પગલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મોરવાહડપ ધારાસભ્ય સામે કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કર્યા હતા. આ સમગ્ર મામલો હાલ કોર્ટ સમક્ષ હોય દરમિયાન થોડા સમય પહેલા બીમારીના કારણે ભુપેન્દ્ર ખાંટનું મોત નીપજ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud