• બિલોસા બબીતા કશ્યપ પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી છે
  • થોડા સમય પહેલા બબીતા કશ્યપ અને તેના બે સાગરીતોની ઝારખંડથી ધરપકડ કરવામાં આવી હતી.
  • બબીતા કશ્યપ ત્રણ મહિના જેટલો સમય દાહોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વિતાવી ચુકી છે.
  • ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને રાજ્યના ગૃહમંત્રીની દાહોદમાં સંક્યુત બેઠક યોજાશે
  • હિરેન પટેલ હત્યાકેસ અને દાહોદ ઝાલોદમાં નક્સલી પ્રવૃત્તિઓ સંબંધિત તપાસ શરૂ કરાઇ

ગુજરાતમાં નકસલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ શરૂ, ATS દાહોદમાં કેમ પહોંચી જાણો

WatchGujarat. પંચમહાલના આદિવાસી વિસ્તારમાં કેટલાક સ્થળે નકસલી પ્રવૃત્તિઓ ચાલતી હોવાની વિગતો ગુજરાત ATSને સાંપડી છે. જેને લઇને દાહોદ સહીત આસપાસના વિસ્તારોમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. નકસલી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી બિલોસા બબીતા કશ્યપની ધરપકડ બાદ આ સમગ્ર મામલો બહાર આવ્યો છે. જે બાબતની ગંભીરતા જોતા ગુજરાત ATS, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો દોર શરૂ કર્યો છે. રાજ્યમાં ચાલતી નકસલી પ્રવૃત્તિઓને ડામવા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા તમામ એજન્સીઓ સાથે સંક્યુત બેઠક યોજી તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ગુજરાતમાં નકસલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ શરૂ, ATS દાહોદમાં કેમ પહોંચી જાણો
ઝાલોદ ભાજપના કાઉન્સીલર હિરેન પટેલ

કોણ છે બીલોસા બબીતા કશ્યપ અને તેનુ શું છે દાહોદ-ઝાલોદ કનેકશન ?

બીલોસા બબીતા કશ્યપ નકસલી પ્રવૃત્તિ પથ્થલગડી આંદોલન સાથે સંકળાયેલી છે. બબીતા કશ્યપ ગુજરાતના તાપી જિલ્લાની હોવાનુ જાણવા મળે છે. બબીતા લાંબા સમયથી પંચમહાલ, મહિસાગર અને નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પ્રવૃત્ત હતી. દરમિયાન પથ્થલગડી સાથે સંકળાયેલી બબીતા ગુજરાતાના આદિવાસી વિસ્તારોમાં આંદોલન સંબંધિત પ્રવૃત્તિને વેગ આપતી હોવાની વિગતો પણ જાણવા મળે છે.

ગુજરાતમાં નકસલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ શરૂ, ATS દાહોદમાં કેમ પહોંચી જાણો
એટીએસની ટીમ સમગ્ર મામલે તપાસ કરવા દાહોદ આવી પહોંચી

બબીતા ત્રણ મહિલા જેટલો સમય ઝાલોદ ખાતે રોકાઇ હતી અને ત્યારબાદ ઝારખંડથી તેની ધરપકડ કરવામાં આવી હતી. બબીતા સાથે તેના બે સાગરીતો સોમુ અને બીરસાને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે બબીતા કશ્યપ ત્રણ મહિના જેટલો સમય ઝાલોદમાં રોકાઇ દરમિયાન તે કોના સંપર્કમાં હતી ? અન્ય કેટલાક લોકો તેની સાથે સંકળાયેલા છે ? તેવી તમામ બાબતોની જીણવટભરી તપાસ માટે ગુજરાત ATSની ટીમ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલના સંજેલી, ઝાલોદ, દાહોદ તથા મોરવાહડફમાં તપાસનો દોર શરૂ કરે તેવી પુરતી શક્યતાઓ સેવાઇ રહી છે.

ગુજરાતમાં નકસલી પ્રવૃત્તિઓને લઇ તપાસનો ધમધમાટ શરૂ, ATS દાહોદમાં કેમ પહોંચી જાણો
ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હિરેન પટેલના પરિવારને આશ્વાસન આપવા પહોંચ્યા હતા

ઝાલોદ ભાજપના કાઉન્સીલરની હત્યા મામલે ગોધરા કાંડના ઇરફાન પાડા અને ઝાલોદના ઇમુની સંડોવાણી બહાર આવી હતી. ગત સપ્ટેમ્બર મહિનામાં ભાજપ કાઉન્સીલર હિરેન પટેલ મોર્નિંગ વોક માટે નિકળ્યા હતા. જ્યાં અજાણ્યા વાહનની ટક્કરે તેમનુ મોત નિપજવામાં આવ્યું હતુ.

જોકે આ સમગ્ર મામલો રોડ અકસ્માતમાં ખપાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પોલીસની તપાસમાં હિરેન પટેલની હત્યા થઇ હોવાની બહાર આવતા ગોધરા કાંડના આરોપી ઇરફાન પાડાએ સોપારી લીધી હોવાની વિગતો પણ બહાર આવી હતી. જેથી તેની ધરપકડ કરી પુછપરછ કરતા ઝાલોદના રાજકારણી ઇરફાન ઉર્ફે ઇમુની સંડોવણી પોલીસ તપાસમાં જણાતા તે ફરાર થઇ ગયો હતો.

4 મહિના અગાઉ હિરેન પટેલ ની હત્યા બાદ તેમના પત્ની બીનાબેનનુ બિમારીબાદ પાંચ દિવસ પહેલા અવસાન થયુ હતુ. ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હિરેન પટેલના પરિવારને આશ્વાસન આપવા શનિવારે પહોંચ્યાં હતા. મૃતક હિરેન પટેલના હત્યારાઓ ને ફાંસી મળે તેવી પુત્રએ ગૃહમંત્રી સમક્ષ માગ કરી હતી. હિરેન પટેલના પરિવારને મળ્યા બાદ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની મામલતદાર કચેરી ખાતે પોલીસ વડા સહીત સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી છે.

More #Dahod #BJP #murder case #ATS #Investigation #Naxalite #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud