• ગમખ્વાર અકસ્માતમાં મામલતદાર રાકેશ ડામોર અને ડ્રાઇવર વિજયરાજ પગીનાં મોત
  • ગત મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ટ્રાવેલ્સ સાથે સામસામે અકસ્માત થયો હતો

#Mahisagar - સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત : મામલતદાર અને ડ્રાઇવરનું મોત

WatchGujarat. મહીસાગરમાં મોડી રાત્રે ખલાસપુર ગામ નજીક લુણાવાડા મામલતદારની સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં મામલતદાર રાકેશ ડામોર તથા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન અશોક ટ્રાવેલ્સની બસ સાથે સામ સામે અકસ્માત થયો હતો.

#Mahisagar - સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત : મામલતદાર અને ડ્રાઇવરનું મોત

લુણાવાડા મામલતદાર રાકેશ ડામોર સરકારી ગાડીમાં મોડી રાત્રે પેટ્રોલિંગમાં હતા. દરમિયાન લુણાવાડાના ખલાસપુર ગામ પાસે સામેથી આવતી ખાનગી અશોક ટ્રાવેલ્સની બસ સાથે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં મામલતદાર રાકેશ ડામોર અને ડ્રાઈવર વિજયરાજ પગીનાં મોત નીપજ્યાં હતાં. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. #Mahisagar

#Mahisagar - સરકારી ગાડી અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે અકસ્માત : મામલતદાર અને ડ્રાઇવરનું મોત

ગમખ્વાર અકસ્માતમાં મામલતદારની ગાડીના ફુરચેફુરચા થઈ ગયા હતા. ગાડીની જમણી બાજુની સાઈડ ચિરાઈ ગઈ હતી, જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજા થતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે મામલતદાર રાકેશ ડામોરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતું.

 

More #Mahisagar #Govt #car & luxury #bus #accident

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud