ટોલ ફ્રી નંબર પર બાતમી મળતાં એસીબીની ટીમે વાવડી ટોલનાકા પાસે વોચ ગોઠવી
પંચમહાલ ખાણખનીજ વિભાગના કલાર્ક અમૃતભાઇ પટેલની કામાંથી એસીબીને રૂા. 5.14 લાખની રોકડ મળતા કાર્યવાહી
WatchGujarat. ગુરુવારે એસીબીના ટોલ ફ્રી નંબર પર ખાણખનીજ વિભાગનો કલાર્ક ગાડીમાં રૂા. 5.14 લાખ રોકડા લઇને જઇ રહ્યો હોવાની બાતમી મળી હતી. ગોધરા એસીબી પોલીસ અમદાવાદ જતાં બાયપાસના વાવડી ટોલનાકા પાસે વોચમાં ઉભી હતી. તે દરમિયાન ખાણખનીજ વિભાગનો કર્મી ગાડી લઇને આવતાં એસીબી પોલીસે ગાડીને રોકી સર્ચ કરતાં એસીબી પોલીસને રૂા. 5.14 લાખ રોકડા મળી આવતાં તે ચોકીં ગઇ હતી. એસીબી પોલીસે રોકડા રૂા.5.14 લાખ લાંચના હોવાની આશંકાને પગલે રોકડા સાથે કલાર્કને ગોધરા એસીબી પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી છે. #ACB
અગાઉ પૈસા માગ્યા હોવાના આક્ષેપ
5 લાખ સાથે પકડાયેલા ખાણ ખનીજ ખાતાના કલાર્ક પર અગાઉ હુમલો થયો હતો સાથે પૈસા માગવાના આક્ષેપ પણ થયા હતા. કર્મી જિલ્લામાં ખનિજ ચોરી પકડવામાં મહત્વનો રોલ અદા કરતો હતો. જેથી ખનિજ માફિયાઓ જ્યારે તપાસ કરવા ટીમ નીકળે ત્યારે તેઓની સોશિયલ મીડિયા ગ્રૂપ દ્વારા ખનિજ માફિયાઓ રેકી કરતા હતા. ત્યારે 5.14 લાખની રોકડ લાંચની છે કે અન્ય કોઈની છે તેની તપાસ બાદ ખબર પડશે. #ACB
More #ACB #Mines #mineral #department #clark #caught #with #money #Panchmahal #Godhra #Watchgujarat