• રજૂઆત કરનાર આઠ યુવાનો પૈકીના ચાર યુવાનો પ્રાંત કચેરી અને ચાર યુવાનો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ સોમવારના રોજ આત્મવિલોપન કરવા આવી પહોંચ્યા
  • પોલીસનો કચેરી બહાર લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

#Panchmahal - ગોચરની જમીનમાં ખોટી રીતે એન્ટ્રી પડાતા આઠ લોકો આત્મવિલોપન કરવા કલેકટર કચેરી પહોંચ્યા

WatchGujarat. શહેરા તાલુકા સેવા સદન ખાતે વલ્લવપુર ગામની સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) માં આવેલી ગૌચર જમીનમાં ખોટી રીતે એક પાકી અને બે કાચી નોંધ પાડવાના આક્ષેપ સાથે વલ્લવપુર ગામના આઠ યુવાનોએ આત્મવિલોપન કરવા આવી પહોંચ્યા હતા,જ્યાં પોલીસ દ્વારા આત્મવિલોપન કરવા આવેલા આઠેય વ્યક્તિઓની પોલીસ અટકાયત કરી હતી.

#Panchmahal - ગોચરની જમીનમાં ખોટી રીતે એન્ટ્રી પડાતા આઠ લોકો આત્મવિલોપન કરવા કલેકટર કચેરી પહોંચ્યા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લવપુર ગામે આવેલ સર્વે નંબર ૬૫૭ બ (૯૮૧૪) માં આવેલી ગ્રેનાઈટ પથ્થરની લીઝ કાયમ માટે રદ થાય તે માટે ગામના કેટલાક નાગરિકોએ ગાંધીનગર સુધી રજુઆત કરી હતી અને લીઝમાં કરેલ ખોદકામની માપણી કરીને ખાણ ખનીજ વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા કેટલાક ગ્રામજનો રાખી રહ્યા હતા.ત્યારે આ ગામના યુવાન જશવંતસિંહ સોલંકી, ગજેન્દ્રસિંહ સોલંકી, મુકેશભાઈ નાયક, અરવિંદભાઈ તેમજ યુવરાજસિંહ સોલંકી સહિતનાઓએ મામલતદાર કચેરી ખાતે ખોટી રીતે એક પાકી અને બે કાચી નોંધ પડી હોવાના આક્ષેપ સાથે આ નોંધ રદ કરવા માટે પ્રાંત કચેરી અને જિલ્લા કલેકટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી હતી,સાથેસાથે ગૌચર જમીનમાં પડેલ નોંધ રદ કરવામાં નહીં આવે તો ચાર યુવાનો પ્રાંત કચેરી જ્યારે ચાર યુવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ આમ વલ્લવપુર ગામના આઠ યુવાનોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

#Panchmahal - ગોચરની જમીનમાં ખોટી રીતે એન્ટ્રી પડાતા આઠ લોકો આત્મવિલોપન કરવા કલેકટર કચેરી પહોંચ્યા

જેને લઈને આજરોજ સવારથી જ જવાબદાર તંત્રએ ચીમકી આપનાર વ્યક્તિઓ આત્મવિલોપન ન કરે તે માટેની કવાયત હાથધરી હતી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સાથે જ ફાયર ફાઈટર અને આરોગ્ય વિભાગની ટીમ પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. ત્યારબાદ અંદાજે ૩ વાગ્યાના સુમારે આત્મવિલોપન કરનારા ૪ યુવાનોની જગ્યાએ ૮ વ્યક્તિઓ તાલુકા સેવા સદન ખાતે આત્મ વિલોપન કરવા માટે આવી પહોંચ્યા હતા.

જ્યાં આત્મવિલોપન માટે આવેલા યુવાનો આત્મ વિલોપન કરે તે પહેલા તેઓને રોકી પ્રાન્ત અધિકારી સમક્ષ રજુ કરી શહેરા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં તેઓની કોવિડ-૧૯ ની માર્ગદર્શિકા મુજબ રેફલર હોસ્પિટલમાં તમામનો ટેસ્ટ કરાવી અટકાયતી પગલા લઈ કાર્યવાહી હાથધરી હતી.

More #Self #immolation #try #over #land entry #police #catch #Panchmahal #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud