•  મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાં કાચા રસ્તે થઇ ગુજરાતમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે છે.
  •  ગોધરા સાયબર ક્રાઇમ પોલીસને બાતમી મળતી જંગલમાં પહોંચી અને બોલેરા ઝડપી પાડી

ગોધરા. ગુજરાતને અડીને આવેલી મધ્યપ્રદેશ બોર્ડરથી મોટા પાયે દારૂનો જથ્થો રાજ્યામાં ઘુસાડવામાં આવે છે. જોકે બુટલેગરો અને કેરિયરોની આ જૂની મોડ્સ ઓપરેન્ડી છે. આ સાથે રાજસ્થાનથી પણ એટલી જ માત્રમાં દારૂનો જથ્થો રાજ્યના જુદા જુદા શહેરોમાં ઠલવાતો હોય છે. તેવામાં વધુ એક વખત મધ્યપ્રદેશથી બોલેરામાં લવાતો બીયરનો જથ્થો પોલીસે ઝડપી પાડી એકની ધરપકડ કરી છે.

મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતી સરહદ પર આવેલા જંગલ વિસ્તારના કાચા રસ્તાઓ મારફતે ગાડીઓ ભરીને બુટલેગરો દારૂ-બીયરનો જથ્થો રાજ્યામાં ઠાલવાતા હોય છે. આ બાબતની સરહદી પોલીસ અને ગુજરાત પોલીસ બન્ને અજાણ નથી. તેવામાં દાહોદ સાયબર ક્રાઇમ પોલીસના ઇન્સપેકટર જે.એન પરમાર તેમના સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ઇન્સપેકટર જે.એન પરમારને માહિતી મળી કે, દાહોદના દાનપુર તાલુકાના ભાણપુર ગામ જે મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર પર જંગલ વિસ્તાર છે. જે જંગલ વિસ્તારમાંથી પસાર થાતા કાચા રસ્તા મારફતે ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી ચાલી રહીં છે.

ઇન્સપેકટર જે.એન પરમારને માહિતી મળતા જ તેઓ ટીમ સાથે જંગલના કાચા રસ્તા પર પહોંચી વોચમાં ગોઠવાઇ હતી. તેવામાં મધ્યપ્રદેશ તરફથી આવતી સફેદ રંગની બોલેરો ગાડી રોકી તપાસ કરતા રૂ. 2.40 લાખની કિંમતના બીયરના 6000 ટીન મળી આવ્યાં હતા. જેથી બોલેરો ચાલકની પોલીસ પુઠપરછ કરતા દાહોદ ધાનપુર તાલુકા ખાતે રહેત કમલેશ સમરસિંહ બારીયા નામ હોવાનુ જણાવ્યું હતુ. તથા મધ્યપ્રદેશના ભાભર તાલુકામાંથી બીયરનો જથ્થો લઇ ધાનપુર ખાતે રહેતા વાલમસિંહ ઉર્ફે વાલીયા મગનભાઇ માવીને પહોંચાડવાનો હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. જેથી પોલીસે આ મામલે કમલેશની ધરપકડ કરી બીયરનો જથ્થો મોકલનાર અને મંગાવનારને ઝડપી પાડવા તજવીજા હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud