• શિવગંગા ટ્રાવેલ્સની લકઝરી બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવામાં આવ્યાં હતા
  • મહિસાગાર જિલ્લાના સંતરામપુર નજીક સર્જાયો હતો અકસ્માત
  • રૂપિયાની લાલચમાં વધુ મુસાફરોનો જીવ જોખમમાં મુક્યો હતો

મહિસાગર. એક તરફ સરકાર રોડ અકસ્માતોમાં ઘટાડો કરવા નિત નવા પ્રયોગો સાથે લાખો રૂપિયાનો ખર્ચ કરી માર્ગ સુરક્ષા સલામતીના કાર્યકમો ઉજવાય છે, તો બીજી તરફ મહીસાગર જિલ્લાના સંતરામપુર નજીક ગેરકાયદેસર 100 ઉપરાંત મુસાફરો ભરી કાલાવાડ જતી સિવગંગા ટ્રાવેલ્સની લકઝરી બસના અકસ્માતે સરકારના માર્ગસલામતીના નીતિ નિયમોના લીરેલીરા ઉડાડી દીધા છે.

મહીસાગરના સંતરામપુરથી જામનગરના કાલાવાડ ખાતે ગેરકાયદેસર 100 મુસાફરો ભરી શિવગંગા ટ્રાવેલ્સની લકઝરી બસ મોડી રાત્રે સંતરામપુરના પઢારીયા ગામના પાટિયા પાસે રોડની સાઈડના ખાડામાં પલ્ટી જતા અકસ્માત સર્જાતા 50 ઉપરાંત મુસાફરોને ઈજાઓ પહોંચતા 108 દ્વારા લુણાવાડા અને ગોધરા સહિત વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા અકસ્માત અંગે સંતરામપુર પોલિસે બસ ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી ભાગી છૂટેલા ચાલકની તપાસ હાથ ધરી છે.

લકઝરી બસમાં સંતરામપુરના જાનવડથી આદિવાસી પરિવારો કાલાવાડ ખાતે મજૂરી કામ માટે જઈ રહ્યા હતા

બસ માં મહિલાઓ બાળકો સહિત 100 જેટલા મુસાફરો સવાર હતા મુસાફરો મીઠી નિંદરમાં હતા. દરમિયાન એકાએક બસ પલ્ટી જતા અકસ્માત સર્જાતા ઇજાગ્રસ્તોની બુમાબુમ ચિચિયારીઓ સાંભળી આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 બોલાવી લુણાવાડા અને ગોધરા ખાતે ખસેડ્યા હતા. ધોરી માર્ગો પર હપ્તાના ભાર નીચે ગેર કાયદેસર મુસાફરોની હેરાફેરી કરતા માતેલા સાંઢની જેમ દોડતા વાહનોના છાસવારે અકસ્માતો સર્જાય છે. જેમાં નિર્દોષ લોકો મોતનો કોળિયો બને છે, તેમ છતાં પોલીસ તંત્ર બે જવાબદાર બની ગેરકાયદેસર મુસાફરોનું વાહન કરતા વાહન ચાલકો સામે રહેમ નજર રાખતા છાસવારે સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકો ભોગ બને છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud