પંચમહાલ જિલ્લામાં થયેલા ખેતીના નુકસાન અંગે રાહત પેકેજમાં જિલ્લાનો સમાવેશ નથી કરાયો જે અંગે ખેડૂતોની મુલાકાત લઈ આ મુદ્દો સરકાર સુધી કેવી રીતે પહોંચાડવો જે અંગે આયોજનના ભાગરૂપે સૌને મળ્યા
હાર્દીક પટેલ સરદાર પટેલે વકીલાતની ગોધરા માંથી જે શરૂઆત કરી હતી એ સ્થળની મુલાકાત લીધા બાદ મહાકાળી અને વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા હતા
કાર્યક્રમ દરમિયાન કેટલાક કાર્યકરો માસ્ક હોવા છતાં પહેર્યા વગર જોવા મળ્યા
ગોધરા. ગુજરાત પ્રદેશના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ગોધરા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.આગામી સમયમાં યોજાનારી તાલુકા પંચાયતની અને ગોધરા નગરપાલિકાની ચૂંટણીઓ અનુલક્ષી યોજાયેલા આ કાર્યક્રમમાં તમામ તાલુકાના પદાધિકારીઓ અને કાર્યકરોને હાર્દિક પટેલે સાંભળ્યા હતા.હાર્દિક પટેલે પંચમહાલ જિલ્લામાં થયેલા ખેતીના નુકસાન અંગે રાહત પેકેજમાં જિલ્લાનો સમાવેશ નથી કરાયો જે અંગે ખેડૂતોની મુલાકાત લઈ આ મુદ્દો સરકાર સુધી કેવી રીતે પહોંચાડવો જે અંગે આયોજનના ભાગરૂપે સૌને મળી રહ્યા હોવાનું જણાવ્યું હતું. રાજસ્થાનમાં હાલ ચાલી રહેલા આંદોલન વિશે હાર્દિક પટેલ અજાણ હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસના પ્રદેશ યુવા નેતા હાર્દિક પટેલ ગોધરા ખાતે સંવાદ કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા.દરમિયાન પ્રથમ તેઓએ ગોધરા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરી હતી.ત્યારબાદ સરદાર પટેલે વકીલાતની ગોધરા માંથી જે શરૂઆત કરી હતી એ સ્થળની મુલાકાત લીધા બાદ મહાકાળી અને વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા હતા.
ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય સામે આવેલા ચોકમાં ધ્વજ વંદનમાં જોડાયા હતા ગોધરા માં હાર્દિક પટેલ ના આગમન ને લઈ સ્થાનિક રાજકીય ક્ષેત્રે ચહલ પહલ જોવા મળી હતી .કાર્યક્રમ દરમિયાન કેટલાક કાર્યકરો માસ્ક હોવા છતાં પહેર્યા વગર જોવાયા હતા.તમામ તાલુકાના કાર્યકરો અને પદાધિકારીઓ સાથે પરામર્શ બેઠક યોજી હાર્દિક પટેલે આગામી ચૂંટણી જીતવા માટે કામે લાગી જવા જણાવ્યું હતું.ઉલ્લેખનીય છેકે હાર્દિક પટેલના કોંગ્રેસ કાર્યાલય ખાતે આગમન ટાણે જ વીજળી ગુલ થઈ જતાં એક તબક્કે પરસેવે રેબજેબની હાલત જોવા મળી હતી .