• આરોપીઓના જામીન મંજૂર થશે તો સમાજમાં ખોટો મેસેજ જશે, ગુનાના કામે સજાની જોગવાઇ ઓછી હોવાથી તેની ગંભીરતા ઘટી નથી જતીઃ- કોર્ટ
  • ગત તા. 11 ઓકટબોરના રોજ વડોદરાથી 2 યુવતિઓ સહીત 12 લોકો પાવાગઢ સ્થિત વડાતળાવ ફરવા માટે ગયા હતા
  • પાવાગઢના ઇન્ચાર્જ PSI એ.એમ પરમાર સહીતના સ્ટાફને “હું આઇજી સાહેબના ડ્રાઇવરનો પુત્ર છું તારાથી થાય તે કરી લે” કહીં ઝપાઝપી કરવામાં આવી હતી.
  •  આ મામલે પાવાગઢ પોલીસે 2 યુવતિઓ સહીત 12 લોકોની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા 

વડોદરા. ગત તા. 11 ઓકટોબરના રોજ વડોદરાથી 2 યુવતિઓ અને 10 જેટલા યુવના પાવાગઢ સ્થિત વડાતળાવ ખાતે ફરવા માટે પહોંચ્યાં હતા. આ યુવાન યુવતિઓ માસ્ક વિના દેખાતા પોલીસે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક યુવકે પાવાગઢના ઇનચાર્જ પીએસાઇ એ.એમ પરમાર અને તેમના સ્ટાફ સાથે બિભત્સ ગાળો બોલી ઝપાઝપી કરી હતી. તઉપરાંત એક યુવકે પીએસઆઇને હું આઇજી સાહેબના ડ્રાઇવરનો પુત્ર છું, તારાથી થાય તેમ કરી લેજે કહીં ધમકી પણ આપતા પોલીસ ફરીયાદ નોંધાઇ હતી. પોલીસે તમામને કોર્ટમાં રજુ કરતા હાલોલ એડિશન્લ જ્યુડીશ્યલ કોર્ટે યુવાનો માટે દાખલો બેસાડતો નિર્ણય કરી તમામના જામીન ના મંજૂર કર્યાં હતા.

શું બન્યુ હતુ તે દિવસે

રવિવાર નારોજ વડોદરાથી યુવક યુવતીઓ ફરવા માટે પાવાગઢ નજીક વડાતળાવ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં તેમણે માસ્ક ન પહેર્યા હોય પાવાગઢ પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઇ એ.એમ પરમાર અને સ્ટાફના માણસોએ કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી હતી. માસ્ક ન પહેર્યા હોવાનો દંડ ભરી પાવતી લેવાનું પોલીસે જણાવતા યુવાનો સહીત બે યુવતીઓએ પીએસઆઇ અને પોલીસ સ્ટાફને ઘેરી લીધા હતા. દરમિયાન એક યુવાને “હું આઈજી સાહેબ ના ડ્રાઈવર નો છોકરો છું” કહી પીએસઆઇ પર હુમલો કરતા પોલિસે બે યુવતીઓ સહિત 12 સામે રાયોટિંગ, પોલીસ પર હુમલો, સરકારી કામમાં અડચણ,એપેડેમિક કોવિડ 19 રેગ્યુલેસન 2020 તેમજ ધી ડિઝાસટર મેનેજમેન્ટ 2005 એક્ટ સહિત કલમો હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી કરતા ચકચાર મચી ગઇ છે.

આ બનાવની વિગત એવી છે કે, પાવાગઢ પોલીસ મથકના પી.એસ.આઇ પી.એન સિંહ હાલ રજા પર છે. જેથી ગોધરા બી ડિવિઝનમાં ફરજ બજાવતા એ.એમ પરમાર ચાર્જ સંભાળી રહ્યાં છે. ત્યારે રવિવારને લઈ મોટી સખ્યામાં સહેલાણીઓ આવ્યા હોય પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા પેટ્રોલિગ કરી રહીં હતી. કોરોનાની મહામારી ને લઇ માસ્ક વગર ફરતા લોકો સામે દંડનિય કાર્યવાહી કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહીં હતી. દરમિયાન પી.એસ.આઇ પરમાર સ્ટાફ સાથે સરકારી પોલીસ જીપમાં વડાતલાવ સાઈડ પર ગયા હતા. જ્યાં બે યુવતીઓ અને સાથે દસ યુવાનો માસ્ક વગર ઉભેલા હોય પોલિસે માસ્ક કેમ નથી પહેર્યા કહી દંડની પાવતી લેવાનું કહેતાજ તમામ ઉશ્કેરાઈ ગયા હતા.

જેમાં જીતેસ સોમાભાઈ બારીયા (રહે. દરજી નગર વારસિયા રોડ વડોદરા) નાએ “હું આઈજી સાહેબના ડ્રાઈવરનો છોકરો છું અમે કોઈ દંડ નથી ભરવાના” કેહતા તેની સાથેની બન્ને યુવતીઓ.એ પી.એસઆઇ પરમારના મોઢા પરનો માસ્ક ખુચવી ફાડી નાખ્યો હતો. જ્યારે બાકી ના યુવાનોએ ગાળાગાળી કરી પોલીસ પર હુમલો કરી દેતા પોલીસ ડઘાઈ ગઈ હતી અને પોલીસ મથકે જાણ કરતા વધુ પોલીસ સ્ટાફ આવી તમામ હુમલાખોરોને પકડી પાવાગઢ પોલીસ મથકે લઇ જવાયા હતા. પોલીસે આ મામલે તમામ વિરૂધ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કર્યાં હતા. જ્યાં કોર્ટે બન્ને પક્ષને સાંભળ્યા એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના જજ પ્રેમહંસરાજસિંહએ સમાજમાં દાખલો બેસડાતો નિર્ણય કરતા તમામના જામીન નામંજૂર કર્યાં હતા.

સજાની જોગવાઇ ઓછી હોવાથી તેની ગંભીરતા ઘટતી નથી – કોર્ટ

જોકે આ મામલે કોર્ટે ટાક્યું હતુ કે, આરોપીઓ એ પોલીસ પર જાહેરમાં હુમલો કર્યો છે. આ ગુન્હાના કામમાં સજાની જોગવાઈ વધુમાં વધુ 3 વર્ષ સુધીની હોય તેમાત્રથી જ ગુન્હાની ગંભીરતા ઘટી જતી નથી, આરોપીઓને જામીન મુક્ત કરવામાં આવશે તો તેનાથી સમાજમાં વિપરીત સંદેશ જશે અને લોકો સરકારના નિયમો તોડી પોતાનો વિજય નિભાવશે તેમજ પોલીસ કર્મચારીઓ હાલ કોરોનાની જેવી વૈશ્વિક મહામારી સમયે ખડે પગે પોતાની ફરજની કામગીરી બજાવી રહ્યાં છે. તે પોલીસ પોતાની ફરજ બજાવામાં સંકુચિતતા અનુભવશે તેનાથી પોલીસ કર્મચારીઓ સહિત અન્ય સરકારી કર્મીઓ જે આ વૈશ્વિક મહામારીના સમયમાં પોતાની ફરજ બજાવી રહેલ છે અને સંક્રમણ વધારે ન વધે તે માટે પ્રયત્ન કરતા હોય છે. તે તમામના મનોબળ પર વિપરીત અસર થશેનું ટાકી અધિક ચીફ જ્યુડિશિયલ કોર્ટના જજ પ્રેમહંસરાજ સિંહએ તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા ચુકાદાથી પોલીસ સહિત સરકાર મા જાહેર જીવનમાં ફરજ બજાવતા સરકારી અધિકારી કર્મચારીનું મોરલ ચોકસપણે વધશે.

 

 

આ પ્રકારના ગુનાઓમાં સજાની જોગવાઇ ઓછી હોય છે. ત્રણ વર્ષની સજાની જોગવાઇ હોવાથી કેટલીક વખત ગુનેગારોને આ જામીન મળી જતા હોય છે. પરંતુ પાવાગઢના ઇનચાર્જ પીએસાઇ અને તેમના સ્ટાફ સાથે બનેલી આ ઘટનાની કોર્ટે ગંભીર નોંધ લીધી હતી. જેના પરિણામે 2 યુવતિઓ સહીત તમામના જામીન નામંજૂર કરવામા આવ્યા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !