ગોધરા ના સિમલા વિસ્તાર માં રેડ કરતા ભરૂચ થી ચોરાયેલ એક ટ્રક ને રૂપરંગ બદલી કારયદેસર ની બનાવતા રંગે હાથે ઝડપી પાડ્યા
આરોપીઓએ નંબર પાડવા ખાસ ડાઈ મારફતે જુના એન્જીન અને ચેસીસ નંબર ગ્રાન્ડર મશીન થી ઘસી નાખી ડાઈ થી નવા નંબર પાડી દેતા
આરોપીઓ પાસેથી ટ્રક ચોરી કરવા ઉપયોગ લેવાયેલી એક કાર,સ્ક્રેપ ટ્રકની આર.સી બુક,ચોરીની ટ્રક અને ચેસીસ-એન્જીન નંબર બદલવાની ડાઈ મળી આવ્યા
પંચમહાલ. એલ સી બી પોલીસ ની ટીમે ચોરી ના વાહનો ને કાયદેસર બનાવી વેચી મારવા નું ચકચારી કૌભાંડ ઝડપી પાડવામાં સફળતા મળી છે.એલસીબી એ બાતમી ના આધારે ગોધરા ના સિમલા વિસ્તાર માં રેડ કરતા ભરૂચ થી ચોરાયેલ એક ટ્રક ને રૂપરંગ બદલી કારયદેસર ની બનાવતા રંગે હાથે ઝડપી પાડ્યા છે સમગ્ર મામલે ગોધરા એલસીબી એ આરોપીઓ ને ઝડપી મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા આરોપી નો કોવિડ ટેસ્ટ કરાવતા જે રિપોર્ટ નેગેટિવ આવતા પોલિસે ધરપકડ કરી મેડિકલ કરાવી તપાસ હાથ ધરી છે
અંકલેશ્વરથી ટ્રક ચોરી કરી ગોધરાના સિમલા વિસ્તારમાં આવેલા ગેરેજ ખાતે લાવી આ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું હતું.દરમિયાન પોલીસે છાપો મારી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.આરોપીઓએ નંબર પાડવા ખાસ ડાઈ મારફતે જુના એન્જીન અને ચેસીસ નંબર ગ્રાન્ડર મશીન થી ઘસી નાખી ડાઈ થી નવા નંબર પાડી દેવામાં આવતા હતા .એટલું જ નહિં પણ સ્ક્રેપ કરાયેલી ટ્રકની આરસી બુક વડે ચોરીની ટ્રકને ખોટા દસ્તાવેજો મારફતે તૈયાર કરી દીધી હતી. ટ્રકનું રંગ રોગાન કરી અન્યને વેચી દેવા અથવા આરોપીઓ દ્વારા પોતે ઉપયોગમાં લેવામાં આવે એ પહેલાં જ પોલીસે આરોપીઓ સહીત મુદ્દામાલ ઝડપી લેવામાં સફળતા મેળવી છે.
ઉલ્લેખનીય છેકે ઝડપાયેલા આરોપીઓ પૈકી બે આરોપી વર્ષ 2014માં આ પ્રકારનું ષડયંત્ર આચરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા.હાલ તો પોલીસને અંકલેશ્વરની ટ્રક ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ટ્રક ચોરી કરવા ઉપયોગ લેવાયેલી એક કાર,સ્ક્રેપ ટ્રકની આર.સી બુક,ચોરીની ટ્રક અને ચેસીસ-એન્જીન નંબર બદલવાની ડાઈ મળી પાંચ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
કોની ધરપકડ કરવામાં આવી
એલસીબીએ ટ્રક ચોરી અને સ્ક્રેપ કરાયેલી ટ્રકના ચેસીસ એન્જીન નંબર બદલવાના ષડયંત્રમાં ગોધરાના (૧) સીદ્દીક ઉર્ફે લાલો ટીપુ ઈસ્લાક મીઠા (૨) મુજફફર સબ્બીર દાવ (૩) યાકુબ ઉર્ફ વેજલીયો અબ્દુલ સતાર પથીયા (૪) સરફરાજ નુરૂભાઇ લુહાર (૫) સોહેલ ગુલજાર પઠાણની ધરપકડ કરી છે. જયારે સીરાજ ઈસ્માઈલ શેખ ઉર્ફે બળેલોની ધરપકડની ગતિવિધિ તેજ બનાવી છે
સ્ક્રેપના વાહનોનો આરોપીઓ દ્વારા ઉપયોગ કરાતો
એલસીબીએ પર્દાફાશ કરેલા ષડયંત્રમાં ઝડપાયેલા આરોપીઓમાં ચોરી કરવા વાળા,ગેરેજનું કામ કરવા વાળા અને લુહારીકામ કરતાં શખ્સોનો સમાવેશ થાય છે. ત્યારે આ પ્રકારે અન્ય કેટલા વાહનોમાં ભેજાબાઝી કરવામાં આવી હશે એ તો પોલીસની વધુ તપાસમાં બહાર આવશે.ઉલ્લેખનીય છેકે જે વાહન ચલાવવા લાયક રહેતું નથી એવા વાહનને સ્ક્રેપ કરી દેવામાં આવે છે.પરંતુ કેટલાક ભેજાબાઝો સ્ક્રેપ કરેલા વાહનની આરસી બુકના માધ્યમ થકી ચોરી કરી લાવેલા કે અન્ય વાહનમાં સ્ક્રેપ થયેલા વાહનના ચેસીસ એન્જીન નંબર ગેરકાયદેસર રીતે ડાઈ વડે અંકિત કરી દેવામાં આવતાં હોય છે જેથી કોઈપણ અધિકારી કે પોલીસ દ્વારા આવા વાહનની ચકાસણી કરવામાં આવે ત્યારે ચોરીનું વાહન હોવાનું ધ્યાને આવતું હતું