હાલોલ. તાલુકાના ગેટમુવાલા ગામની સિમમાં ખાખરના ઝાડ પર મૂળ ઉત્તર પ્રદેશના અને હાલોલ જીઆઇડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાનનો ફાંસો ખાધેલી હાલત મા મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે હાલોલ રૂરલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે મૃતકના પરિવારજનોએ હત્યાની આશંકા વ્યક્તિ કરતા પોલીસે પેનલ પી.એમની કાર્યાવહી હાથ ધરી હતી.

મૃતક રીંકુના ગળે ફાંસો હતો પરંતુ પગ જમીનને અડેલા હતા

હાલોલ જીઆસીડીસીમાં આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતો અને ગેટમુવાલા ગામે ભાડાની રૂમમાં મોટા ભાઈ હેમસિંગ પાલ અને બે મિત્રો સાથે રહેતા રીંકું ધરમસિહ પાલ ઉ.21 સાંજે નોકરી પર જાય તે પહેલાં બપોરે રહસ્યમય સંજોગોમાં ગેટ મુવાલા ગામની સીમમાં ખાખરના ઝાડ પર પલંગની પાટીથી ગળા ફાંસો ખાધેલી હાલતમાં તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાંસો ખાધેલી હાલતમાં તેના પગ જમીનને અડકેલા સાથે ગુપ્ત ભાગે લોહી નીકળતું હોય મૃતક રીંકુંના ભાઈએ તેની આંતરિક ઝગડાની અદાવતમાં હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે હાલ અકસ્મતે મોતનો ગુનો નોંધી પેનલ પોસ્ટ મોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

હેમસિંગ નોકરી પર ગયો અને રીંકુની મોત થઇ

રીંકું છેલ્લા બે દિવસથી બીમાર હોય તે નોકરી પર ગયો ન હતો બનાવના દિવસે સવારે ભાઈ હેમસિંગએ ચા નાસ્તો બનાવતા બન્ને ભાઈઓએ સાથે ચા નાસ્તો કર્યો હતો. રીંકુંએ હેમસિંગને જણાવેલ કે હવે મારી તબિયત સારી છે માટે હું સાંજે નોકરી પર જવાનો છું કહ્યું હતું. દરમિયાન હેમસિંગ નોકરી પર ગયો હતો. જ્યાં બપોરે રીંકુંનો મૃતદેહ ફાસો ખાધેલી હાલતમાં મળી આવતા હેમસિંગના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી

મૃતક યુવકના ભાઇએ રીંકુની હત્યા થઇ હોવાની આશંકા કેમ વ્યક્ત કરી

સાલ 2018 માં અમારી સાથે રહી કંપની માં નોકરી કરતો સોનુ કાશીરામ ઉ.22 અચાનક ગુમ થતા પોલીસમાં ફરિયાદ આપી હતી, પણ સોનુનો કોઈ પતો લાગ્યો નહોતો સોનુના પરિવારજનોએ કોઈ કારણોસર રીંકું અને હેમસિંગે મળી ગુમ કર્યાના આરોપો મૂકી મીરપુર ખાદર અને હાલોલ ખાતે ફરિયાદ કરી હતી. 13 ઓગેસ્ટના રોજ મારી સામે થયેલ અરજીમાં ચાંદપુર પોલીસ મથકમાં હું જવાબ લખાવા ગયો હતો ત્યાં સામે વાળા મુકેશના પુત્ર એ મને ધમકી આપી કહેલ કે તેરેકો જેલ ભીંજવાયેગે ઓર રીંકું કો ગોલી મારેગેની ધમકી આપી હતી.

આ અંગે હેમસિંગ પાલએ જણાવ્યું હતુ કે, રીંકું એ 9.30 કલાકે તેના માતા પિતા સાથે મોબાઇલ પર વાત કરી બધું કુશળ મંગળ છે અને આજથી નોકરી પર જવાનો છું કહ્યુ હતું અને માસીના પૂત્ર સાથે વિડિઓ કોલિંગ કરી એકબીજા સાથે વાત કરી રીંકુંએ પલંગમાં બેઠેલો ફોટો પણ મોકલ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud