અનંત પ્રસુતિગૃહ અગાઉ હાલોલ ની એક નવયુવાન પરિણીતા ના મોત ને ભારે હોબાળો થયો હતો, મોહમદી સ્ટ્રીટ ખાતે રહેતી 25 વર્ષીય પરિણીતાનું સિઝર કર્યા બાદ એકાએક તબિયત લથડી હતી
સતીતલાવડી વિસ્તાર ની મહિલા ને શુક્રવાર ની રાત્રે પ્રસવની પીડા ઉપડતા તેને હાલોલ બસસ્ટેન્ડ પાસે આવેલ અનંત પ્રસૂતિગુહ માં લવાઈ
બાળકીના જન્મ બાદ પૈસા જમા કરાવી દો તો જ તમને જવા મળશે તેવો ઉદ્ધત જવાબ હોસ્પિટલ તંત્ર તરફથી મળતા પરિવારજનો ચોંક્યા
સમગ્ર મામલે અભયમની ટીમે પહોંચીને સુખદ્ સમાધાન લાવી આપ્યું
હાલોલ. ખાનગી અનંત પ્રસૂતિગુહ માં હાલોલ સતી તલાવડી વિસ્તાર ની સગર્ભા મહિલા ની પ્રસૂતા બાદ હોસ્પિટલ ના ડોક્ટર સાથે પરિવારજનો ને બિલ અંગે વિવાદ સર્જાયો હતો. ડોકટરે મહિલા ના પરિવાર ના સભ્યો સાથે અણછાજતુ વર્તન કરી યુવક ને થપ્પડ મારી રૂમ માં બંધ કરી કરી દેવાના આક્ષેપો સાથે પરિવારજનો એ મદદ માટે 181 મહિલા હેલ્પ લાઈન પંચમહાલ નો સંપર્ક કર્યો હતો. મહિલા પોલીસ ની ટીમ હાલોલ ખાતે દોડી આવી સ્થાનિક પોલીસ ની દરમિયાનગીરી બાદ બિલ અંગે ના વિવાદ ને લઈ ડોક્ટર સાથે વાતચીત કરી નક્કી થયેલ બિલ ભરતાં પ્રસૂતા નવજાત શિશુ સાથે ઘરે ગઈ હતી. હોસ્પિટલ માં થયેલ હોબાળા ને લઈ મોટી સંખ્યા માં લોક ટોળા ઉમટી પડ્યા હતા.
હાલોલ સતીતલાવડી વિસ્તાર ની મહિલા ને શુક્રવાર ની રાત્રે પ્રસૂતા ની પીડા ઉપડતા તેને હાલોલ બસસ્ટેન્ડ પાસે આવેલ અનંત પ્રસૂતિગુહ માં લવાઈ હતી. જ્યાં વહેલી સવારે મહિલા એ બાળકી ને જન્મ આપ્યો હતો. પ્રસૂતા ની માતાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સવારે બાળકી નો જન્મ બાદ ડોક્ટરે બાળકી ને તપાસી ન હતી. બાળકી ને તાવ ચઢતા અમે બીજી હોસ્પિટલ માં લઇ ગયા હતા. બાદ માં આવ્યા ત્યારે ડોકટરે 9,700 નું બિલ આપી દો પછીજ રજા મળશે નું કેહતા અમે ચોકી ગયા હતા. અમે વિગતવાર બિલ આપો અમે પેસા આપવા તૈયાર છે , તેમ કેહતા ફરજ પર ના કર્મચારીઓ ઉશ્કેરાઈ જઇ કહેવા લાગેલ કે તમારી પાસે પેસા હતા નહીં તો પ્રાઇવેટ માં કેમ આવ્યા સરકારી દવાખાના માં જવું જોઈએ.
દરમિયાન મારો પુત્ર આવતા તેને ડોક્ટર ને વાત કરતા ડોક્ટર પણ ઉશ્કેરાઈ જઇ મારા પુત્ર ને પીઠ માં થપ્પડ મારી ધક્કો મારી રૂમ માં બંધ કરી દીધો હતો. અને બિલ ના પુરા પેસા ભરો પછી જ જવાશે તેવું જણાવ્યું હતું. અમે 181 મહિલા હેલ્પ લાઈન નો સંપર્ક કરતા ટીમ આવી પોહચતા ડોક્ટર ને આવું વર્તન નહીં કરવા અને બિલ અંગે પેશન્ટ ને પહેલાથી જાણ કરવી જોઈએ. જેનાથી આવા પ્રશ્નો ન બને કહી મધ્યસ્થી થઈ બિલ ની રકમ ઓછી કરાવી બિલ ના રૂપિયા ચૂકવાતા 181 અને સ્થાનિક પોલીસ ની દરમિયાનગીરી બાદ પ્રસૂતા અને સીસું નો છુટકારો થયો હતો.
નોંધનીય છે કે, છાશ વારે વિવાદ માં રહેલી અનંત પ્રસુતિગૃહ અગાઉ હાલોલ ની એક નવયુવાન પરિણીતા ના મોત ને ભારે હોબાળો થયો હતો જેમાં હાલોલ મોહમદી સ્ટ્રીટ ખાતે રહેતી 25 વર્સીય પરિણીતા ને સિઝર કર્યા બાદ એકાએક તબિયત લથડતા યુવતી ને વડોદરા રીફર કરાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન યુવતી નો મોત નિપજતા ભારે વિવાદ સર્જાતા ગામ લોકો એ પ્રસૂતિગુહ ના વિરોધ માં વિશાળ રેલી યોજી હાલોલ પ્રાંત અધિકારી ને આવેદનપત્ર આપી પીડિત પરિવારે ન્યાયા મેળવવા હાલોલ પોલીસ મથક થી લઈ હાઇકોર્ટ સુધી ફરિયાદ કરાઈ હતી.
કોલ મળતા અભયમની ટીમ તાત્કાલીક હોસ્પીટલ આવી પહોંચી
અમને હાલોલ થી એક બેનનો કોલ આવ્યો હતો કે મારા ભાભી અને તેમનું બાળક હોસ્પિટલ વાળા આપતા નથી કારણ પૂછતાં જણાવેલ કે બિલ અંગે પ્રોબ્લેમ થયો છે ડોક્ટર દવારા પરિવાર જનો સાથે ખોટો વ્યવહાર થયો છે.અભયમ ની ટિમ એ આવી હોસ્પિટલ ના ડોક્ટર ને સમજાવ્યા બિલ અને બધું અપાવીને પછી નાનું બાળક ને અપાવ્યા છે -હીનાબેન મકવાણા , 181 - પંચમહાલ