આસો નવરાત્રીમાં ગુજરાત  તથા પાડોસી રાજ્ય મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ માંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન માટે આવતા હોય છે. જયારે પદયાત્રીકો પણ નવરાત્રી દરમિયાન માઈલો દૂર પગપાળા યાત્રા કરી પાવાગઢ વાળી માતાના ચરણોમાં શિશ ઝુકાવવા માટે આવતા હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાના કહેરને કારણે શક્તિપીઠ પાવાગઢની સ્થિતી કંઇ અલગ છે. ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રીમાં પાવાગઢ સુમસામ જોવા મળ્યું હતું.

પાવાગઢ માં આસો નવરાત્રી ના પ્રથમ દિવસે ભક્તો ની પાંખી હાજરી જોવા મળી હતી શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે બે વર્ચ્યુલ ડોમ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે

પાવાગઢ. નવરાત્રી માં શક્તિપીઠના દર્શનનું વિશેષ મહત્વ છે. ત્યારે આ વખતે કોરોના મહામારી ને કારણે મોટાભાગ ના મંદિરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચમહાલ માં આવેલા શક્તિપીઠ અને યાત્રાધામ પાવાગઢ ખાતે પણ મંદિર દર્શન બંધ રાખવા માં આવ્યા છે. 16 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી મંદિરમાં પ્રત્યક્ષ દર્શન બંધ રાખવામાં આવ્યા છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા જુદી જુદી જગ્યાઓ પર વર્ચ્યુલ દર્શન સેન્ટર બનાવવામાં આવ્યા છે. પાવાગઢ મંદિર ની તળેટી અને માંચી એમ બે સ્થળે LED સ્ક્રીન ગોઠવવામાં આવ્યા છે. જે LED સ્ક્રીન થકી ભક્તો માતાજીના દર્શન નો લ્હાવો લઇ શકે છે.

નવરાત્રીના પહેલાં નોરતે પાવાગઢ ખાતે ભક્તો ની પાંખી હાજરી જોવા મળી છે. ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવાથી માચી સુધી પહોંચવા એસટી વિભાગ દવારા 20 બસો મુકવામાં આવી છે. બસ સેવા વહેલી સવારે ચાર વાગે શરૂ કરી દેવાઈ હતી. બપોર સુધી 233 ટ્રીપ દવારા નવ હજાર ઉપરાંત યાત્રાળુઓ એ સેવા નો લાભ લીધો હતો. આ વખતે કોરોનાને લઈ મંદિર પ્રસાશન અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્શનાર્થી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવા માં આવી છે. પરંતુ નીજ મંદિર ખાતે માતાજીના દર્શન ન થવાના કારણે કેટલાક ભક્તો માં કચવાટ જોવા મળ્યો હતો. કોરોના મહામારી ને લઇ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ19 ના નિયમોને અનુસરી ભક્તો દર્શન નો લ્હાવો લઇ શકે તે માટે ની તમામ વ્યવસ્થાઓ મંદિર ના તળેટી ના ભાગે ઉભી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, દર્શન બંધ થવાને કારણે આપસાપના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. પાવાગઢ માચી અને ડુંગર ખાતે પાંચસો ઉપરાંત પરિવારો વસવાટ કરી હોટલ નારિયેલ પ્રસાદ નો વ્યવસાય કરે છે આ વખતે આસો નવરાત્રી પહેલાજ મંદિર બંધ રહેશે ની મંદિર ટ્રસ્ટ દવારા જાહેરાત કરાતા દુકાનો હોટલો બંધ રહેતા વેપારીઓ ને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આવતી કાલે રવિવાર ની રજા ને  લઈ ઉયાત્રાળુઓ નો ધસારો રહેશે ની તંત્ર ની ધારણ છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !