• રાજુ મહેશ્વરીની પત્ની પાવાગઢ સ્થિત વડાતળાવની સરપંચ છે.
  • રાજુ સામે અગાઉ જમીન અને દુકાન ખાલી કરાવવા બાબતે પોલીસ ફરીયાદ નોંધાઇ હતી.
  • પોલીસે રૂ. 17 લાખનો શંકાસ્પદ ગોળનો જથ્થો અને 10 લાખનો ટ્રક મળી કુલ રૂ. 27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
  • શંકાસ્પદ ગોળની તપાસ માટે નમૂના FSL  તપાસ માટે મોકલવામાં આવ્યાં

રાજુ મહેશ્વરીના હાલોલ પાવાગઢ રોડ પરના ગોડાઉનમાંથી પોલીસે રૂ. 27 લાખનો અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કર્યો

WatchGujarat. આઇજીના આર.આર સેલ અને હાલોલ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી પંથકમાં ચાલતા અખાદ્ય ગોળના વેપલાનો પર્દાફાશ કર્યો હતો. જેમાં પોલીસે હાલોલ પાવાગઢ રોડ પરની ટ્રેડિંગ કંપનીના ગોડાઉન સહતી ટ્રકમાં ભરેલા શંકાસ્પદ ગોળનો જથ્થો મળી રૂ. 27 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે, પોલીસને બાતમી મળી હતી કે, હાલોલ પાવાગઢ રોડ અને વડાતળાવ સ્થિત આવેલા પાર્થ ટ્રેડિંગ અને પંડ્યા પેપર મીલના નામે ઓળખાતા ગોડાઉનમાં મોટા પ્રમાણમાં અખાદ્ય ગોળનો જથ્થો ખાલી કરવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે બાતમીના આધારે પંચોને સાથે રાખી બન્ને સ્થળે દરોડો પાડ્યો હતો. જ્યાં ટ્રકમાંથી ખાલી કરાતા રૂ. 17 લાખનો શંકાસ્પદ ગોળનો જથ્થો પોલીસને મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ગોડાઉન પણ સીલ કરી ટ્રક ડ્રાઇવર ઉવેશ ઇસલક હુસેન અને ક્લિનર જુનેદ મહમદ નઇમ તથા કુંજ કુમાર મહેશ્વરની પુછતાછ હાથ ધરી હતી.

પોલીસની પુછતાછમાં જાણવા મળ્યું કે, જે ગોડાઉનમાંથી શંકાસ્પદ ગોડનો જથ્થો ઝડપાયો છે તે ગોડાઉન પંડ્યા પેપરમીલના નામે છે અને પાર્થ ટ્રેડિંગના રાજુ મહેશ્વરીએ ભાડે રાખ્યું હતુ. ઉલ્લેખનીય છે કે રાજુ મહેશ્વરીની પત્ની રીનાબેન સરપંચ છે. અને રાજુ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.

રાજુ અને તેની સરપંચ પત્ની નો ગુનાહિત ઇતિહાસ

રાજુ મહેશ્વરીના પત્ની રીનાબેન ભવાની શંકર ઉર્ફે રાજુ મહેશ્વરી વડાતલાવના વર્તમાન સરપંચ છે. થોડા સમય પહેલા પાવગઢ રોડ પર જમીન ખાલી કરાવા મોડી રાત્રે સુઈ રહેલ પરિવાર પર સશસ્ત્ર હુમલો કરી ભયનો માહોલ ઉભો કરતા હાલોલ શહેર પોલીસ મથકમાં સરપંચ અને તેમના પતિ સામે ગુન્હો નોંધાયો હતો. ટુંક સમય પહેલા જ હાલોલ હરિજન વાસમાં એક દુકાન ખાલી કરાવા રાજુ અને તેના સાગરિતો એ મારામારી કરી હુમલાની ઘટનાને અંજામ આપતા રાજુ મહેશ્વરી અને સાગરિતો સામે ગુન્હો નોધાયો હતો.

રાજુ મહેશ્વરી નો ગુન્હાહિત ઇતિહાસ હોવા છતાં રાજુ પાસે પરવાના વાળું હથિયાર હોવાથી લોકોમાં વધુ ડર ફેલાયો છે. રાજુ સામે હાલોલ પોલીસ મથકમાં બે બે ગુન્હા નોંધાયા હોવા છતાં પોલીસે તેના હથિયાર પરવાનો રદ કરવા કોઈ કાર્યવાહી ન કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

More #રાજુ મહેશ્વરી #Pawagadh #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud