• જગદીશભાઈ રાજેશભાઈ દેવડા ને ગત રાતના અગિયાર વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીના આ સમયગાળા દરમિયાન માથામાં પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે મરાયો
  • આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતક જગદીશ દેવડાના દેહને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો

#Dahod - રહસ્યમય સંજોગોમાં યુવાનની અર્ધબળેલી લાશ મળી આવતા ચકચાર

WatchGujarat. દાહોદ તાલુકાના નાની સારસી ગામે એક અજાણ્યા યુવાનની બોથડ પદાર્થના માથાના પાછળના ભાગે તથા ગળાના ભાગે મારી મોત નીપજાવાનો ચોંકાવનારો કિસ્સા સામે આવ્યો છે. પુરાવાનો નાશ કરવાના આશયથી લાશને સળગાવવાનો પ્રયત્ન કર્યો હોય તેમ અડધી બળેલી લાશ મંગળવારે મળી આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસે મૃત યુવાનની ઓળખ કરી હત્યાનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. #Dahod

પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદ શહેરના જૂની કોર્ટ ની પાછળ આવેલ નાના ડબગરવાડમાં રહેતા 19 વર્ષીય જગદીશભાઈ રાજેશભાઈ દેવડા ને ગત રાતના અગિયાર વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીના આ સમયગાળા દરમિયાન માથામાં પાછળના ભાગે કોઈ બોથડ પદાર્થ વડે ધા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આરોપીએ પુરાવાનો નાશ કરવાના ઈરાદે મૃતક જગદીશ દેવડાના દેહને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે કોઇ કારણસર અડધી બળેલી લાશ સ્થાનિકોને મળી આવી હતી. #Dahod

મંગળવારે દાહોદ તાલુકાના નાની સારસી ગામે ગેસ પંપની સામે ડિવાઈડર પરથી અડધી બળેલી હાલતમાં મળી આવી હતી. આ અંગેની જાણ દાહોદ તાલુકા પોલીસને કરાતા તાલુકા પોલીસ સ્ટેશનના સિનિયર અધિકારી પોતાના સ્ટાફ સહિતની કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અડધી બળેલા લાશનો કબજો લઇ પોલીસ ઓળખની કામગીરીમાં જોતરાઈ હતી. ગણતરીના કલાકોમાં મૃતદેહની ઓળખ કરી લેતા સદર લાશ દાહોદ શહેરના નાના નગરમાં રહેતા 19 વર્ષીય જગદીશભાઈ રાજેશભાઈ દેવડાની હોય આ અંગેની જાણ મૃતકના પરિવારજનોને કરવામાં આવી હતી. પોલીસે પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી હતી. મૃતકના પિતા રાજેશભાઈ મંગુભાઈ દેવડાની ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન જગદીશ રાજેશ દેવડાની હત્યા કોણે અને કયા કારણસર કરી, હત્યાનું સ્થળ આજ છે કે પછી અત્યારે અન્ય જગ્યા, નાની સારસી ગામે લાવી પુરાવાનો નાશ કરવા પ્રયત્ન કર્યો તેવા અનેક સવાલો સહિત હત્યાનું રહસ્ય અકબંધ છે. આગામી દિવસોમાં વધુ પોલીસ તપાસ બાદ રહસ્યો પરથી પરદો ઉઠશે. #Dahod

More #Half Burned #body of #male #found #Dahod #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud