ગોધરાના નાદરખા ગામ નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં સોમવારે બપોરે ભીષણ આગ
સાવચેતીના ભાગરૂપે આસપાસના 2 કિ.મી.ના વિસ્તારના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા
WatchGujarat. પંચમહાલ જિલ્લામાં આવેલા ગોધરાના નાદરખા ગામ નજીક આવેલી કુશા કેમિકલ કંપનીમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળી છે. જેને પગલે કંપનીમાં દોડધામ મચી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે ધુમાડા 20 કિ.મી. દૂર આવેલા ઘોઘંબા સુધી જોવા મળી રહ્યા છે. કેમીકલ કંપનીમાં ફાટી નિકળેલી વિકરાળ આગને પગલે સાવચેતીના ભાગરૂપે આસપાસના 2 કિ.મી.ના વિસ્તારના 3 હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
કંપનીમાં આવેલી કેમિકલની ટાંકીમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ
કુશા કેમીકલ પ્રા.લી.માં મોટા જથ્થામાં કેમીકલનો સંગ્રહ કરવા માટે ટાંકીઓ બનાવવામાં આવી છે. જે પૈકી 3 થી 4 ટન કેમિકલની એક ટાંકીમાં આગ લાગી હોવાની પ્રાથમિક માહીતી પ્રાપ્ત થઇ છે. હાલોલ, કાલોલ, શહેરા, ગોધરા અને વડોદરા ફાયરબ્રિગેડની 15થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. જોકે આગ પર કાબૂ લેવા માટે આવતાં ફોમ પણ મંગાવવામાં આવ્યું છે.
મોટી ઘટનાને પગલે કલેક્ટર અને એસપી કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
આગ અકસ્માતની મોટી ઘટનાને પગલે વહીવટી તંત્ર દોડતું થયું છે. ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર અને એસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હાલ પ્રાપ્ત વિગતો મુજબ, આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી.
More #Kusa Chemical #Company #huge #fire #Halol #Kalol #Vadodara #fire brigade #WatchGujarat