યુવાનને સારવાર અર્થે ગોધરાની હોસ્પિટલમાં ખસેડાયો
વનવિભાગના દીપડાને પાંજરે પુરવાના ઘનિષ્ઠ પ્રયાસો નિષ્ફળ જતા લોકોમાં ભય વધ્યો
WatchGujarat. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. ઘોઘંબાના જબુવાણીયા ગામમાં દીપડાએ એક યુવક ઉપર કર્યો હુમલો કર્યો હતો. જેને સારવાર અર્થે 108 મારફતે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું તબિબિ સુત્રોએ જણાવ્યું હતું. #જંગલરાજ
દીપડાને પકડવા વન વિભાગે નાઈટ વિઝન કેમેરા મૂક્યા
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જબુવાણીયા ગામનો એક યુવાન ઘર પાસે જ લઘુશંકાએ જઇ રહ્યો હતો. આ સમયે અચાનક જ યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો. જેથી યુવાનને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ અને વન વિભાગને જાણ કરી દીધી હતી. જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવાનને સારવાર અર્થે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે 6 પાંજરા ગોઠવીને દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી છે. વન વિભાગની ટીમો દીપડાને પકડવા માટે પીંજરા મૂકવાની સાથે સાથે નાઈટ વિઝન કેમેરા પણ મૂક્યા છે. #જંગલરાજ
https://youtu.be/LBT7BI_KxrQ
ઘોઘંબા પંથકમાં દીપડાના હુમલા વધતા સ્થાનિકોમાં ભય
ઘોઘંબા પંથકમાં દીપડાના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. જેને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. વનવિભાગના દીપડાને પાંજરે પુરવાના ઘનિષ્ઠ પ્રયાસો નિષ્ફળ જતા લોકોમાં ભય વધ્યો છે. ઘોઘંબા તાલુકામાં દીપડાઓના હુમલાના બનાવો વધી રહ્યા છે. વન વીભાગ પાસે અનુભવી કર્મીઓ ન હોવાથી આદમખોર દીપડો પાંજરે પુરાતો નથી.
[caption id="attachment_37223" align="aligncenter" width="1280"] દિપડાના પંજાના નિશાન[/caption]
More #જંગલરાજ #Panchmahal #District #Ghoghamba #leopard attack #Forest #department #Prepared to Caged #WatchGujarat
WatchGujarat.પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે. ઘોઘંબાના જબુવાણીયા ગામમાં દીપડાએ એક યુવક ઉપર કર્યો હુમલો કર્યો હતો. જેને સારવાર અર્થે 108 મારફતે ગોધરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત સ્થિર હોવાનું તબિબિ સુત્રોએ જણાવ્યું હતું. #જંગલરાજ