ઘોઘંબાના ગોયાસુન્ડલ અને કાંટાવેડા ગામોમાં બે બાળકો ને મોતને ઘાટ ઉતારી આસપાસના અનેક ગામોમાં માનવ હુમલાઓ અને પશુઓનું મારણ કર્યું હતું
આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાતા તેને પાવાગઢના ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર પર સલામત રીતે ખસેડી દેવામાં આવ્યો
WatchGujarat. Panchmahal જિલ્લાના ઘોઘંબા પંથક છેલ્લા ઘણા દિવસો થી આતંક મચાવનાર દીપડો ગઈ કાલ રાત્રે ગોયા સુન્ડલ ગામે પાંજરે પુરાયા બાદ આજ રોજ વહેલી સવારે અન્ય એક દીપડો નજીક ના જ કાંટાવેડા ગામે થી પાંજરે પુરાયો હતો. ટુંકા ગાળામાં બે દિપડા પાંજરે પુરાતા વન વિભાગ ને મોટી સફળતા હાથ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
ઘોઘંબાના ગોયાસુન્ડલ અને કાંટાવેડા ગામોમાં બે બાળકો ને મોતને ઘાટ ઉતારી આસપાસના અનેક ગામોમાં માનવ હુમલાઓ અને પશુઓનું મારણ કર્યું હતું. આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયાની વન વિભાગ દ્વારા ગત રાત્રી દરમ્યાન પુષ્ટિ કરી ત્યાર બાદ આ દીપડા ને પાવાગઢ ના ધોબીકુવા રેસ્ક્યુ સેન્ટર પર સલામત રીતે ખસેડી દેવામાં આવ્યો હતો. #Panchmahal
ત્યારે આશ્ચર્ય ની વચ્ચે આજરોજ વહેલી વિસ્તારમાંથી સવારે અન્ય એક દીપડો પણ પાંજરે પુરાતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બુધવારે પકડાયેલો દીપડો 5 વર્ષનો અને પુખ્ત હોવા નું સામે આવ્યું હતું. ગઈ કાલે પકડાયેલ દીપડા જેવું જ કદ બાંધો અને ઉંમર ધરાવતો હોય વન વિભાગ ના અધિકારીઓ પણ મુંજવણમાં મુકાયા હતા. આખરે આ પંથક માં હુમલાઓ કરનાર દીપડો કયો છે તેની તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે વારાફરતી બંને દીપડા એક સાથે પકડાઈ જતા હવે વન વિભાગ અન્ય દીપડાઓની હિલચાલ પર નજર રાખવા માટે કમર કસી છે. બાકી રહેલા પાંજરા અને કેમેરા થોડા દિવસ સુધી આ જ વિસ્તાર માં મૂકી રાખવા અંગેની માહિતી પંચમહાલના જિલ્લા વન સંરક્ષકે જણાવી હતી. #Panchmahal
કાંટાવેડા ગામ માં આજરોજ જે દીપડો પાંજરે પુરાયો છે તે એજ જગ્યા એ થી પકડાયો છે જ્યાં અગાઉ એક બાળક ને ફાડી ખાધેલ હતો.જો કે અતિ દુર્ગમ એવા ડુંગરાળ વિસ્તાર માં પાંજરું મુકવા માં જે ભારે મુશ્કેલીઓ વેઠી હતી. તેના કરતાં અનેક ઘણી મહેનત પાંજરા ને દીપડા સાથે બહાર લાવવા માં પડી હતી. ડુંગરાળ વિસ્તારમાંથી દીપડા ને પાંજરા સાથે બહાર લાવવા માટે વનકર્મીઓ અને સ્થાનિક લોકો એ ભેગા મળી અલગ રસ્તો બનાવવાની ફરજ પડી હતી. કાંટાવેડા ગામે પકડાયેલ દીપડા ને જોવા માટે હજારો લોકો ની જનમેદની ઉમટી હતી.
ઘોઘંબા પંથકમાં આતંક મચાવનાર એક પછી એક બંને દીપડાઓ પાંજરે પુરાઈ જતા આ વિસ્તારના લોકોએ હાશકારો અનુભવ્યો હદતો અને વન વિભાગ નો આભાર માન્યો હતો. અને છેલ્લા 13 દિવસથી વનવિભાગ દ્વારા સતત ખડે પગે દિવસ રાત દીપડાને પાંજરે પૂરવા માટે કરેલ ભારે પ્રયાસો ને પણ બિરદાવ્યા હતાં. તો બીજી તરફ કેટલાક ગ્રામજનોમાં હજી પણ ભય છે. પાંજરે પુરાનાર બે દીપડાઓ સિવાય પણ અન્ય કેટલાક દીપડાઓ આ વિસ્તાર માં વિચરણ કરી રહ્યા છે જેથી વન વિભાગ હજી થોડા દિવસ પોતાના પ્રયત્નો ચાલુ રાખે તેવી માંગ અહીં ના સ્થાનિક લોકો કરી રહ્યા છે.#Panchmahal
More #Panchmahal #Ghoghamba #leopard #caged #Forest #department #WatchGujarat