દાહોદ. શુક્રવારે પુરપાટ દોડી આવતી પેસેન્જર ભરેલ ઈકો ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર ભરેલી ઇકો કાર રોઝમ ગામ હાઈવે પર પલટી ખાઈ ગઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વર્ષની બાળકી સહિત બે જણા સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા અને સાત જેટલી વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સુરત ખાતે મજુરી કામે ગયેલા મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ તાલુકાના ચાતેર ગામના આઠ જેટલા વ્યક્તિઓ સુરત થી વડોદરા ગોલ્ડન ચોકડી સુધી આવ્યા હતા. ત્યારબાદ વડોદરા ગોલ્ડન ચોકડીથી ઈકો કારમાં દિવાળી કરવા પોતાના વતન આવવા નીકળ્યા હતા. દરમિયાન બપોરના ત્રણ વાગ્યાની આસપાસ ગાડીના ચાલેક શામજીભાઈ રાવતએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો.
રોઝમ ગામ રોડ પર પેસેન્જરો ભરેલી ઇક્કો કાર ત્રણથી ચાર વખત પલટી ખાઈ ગઇ હતી. અકસ્માતને પગલે ગાડીમાં બેઠેલા મધ્યપ્રદેશના જાબુઆ જીલ્લાના ચાતેર ગામના લલિતાબેન દિનેશભાઈ મહિડા, અમિતભાઈ દિનેશભાઈ મહિડા, દુલેસિંગ શંકરભાઈ ડાભી નાની બેન, કાળુભાઈ ભાભોર, કાળુભાઈ રાહ સિંગ ભાઈ ભાભોર નિલેશભાઈ છતરાભાઈ મુનિયા, તથા ગલિયા ભાઈ રાહ સિંહ ભાઈ ભાભોર, સતા ગાડીના ડ્રાઈવર મેશુભાઇ શામજીભાઈ રાવતને ગંભીર ઈજાઓ થવા પામી હતી.
ગાડીમાં બેઠેલા 23 વર્ષીય ગુડ્ડી બેન ગલીયા ભાઈ ભાભોર ને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમજ ગાડીના ચાલક મેશુભાઇ રાવતની દીકરી ત્રણ વર્ષીય પૂજા બેનને પણ માથામાં ગંભીર ઇજાઓ થતાં તે બંનેનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને ગાડીમાંથી બહાર કાઢી 108 મારફતે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. અને ઘટના અંગેની જાણ થતા દાહોદ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતકોની લાશનો કબ્જો લઇ લાશનું પંચો રૂબરૂ પંચનામું કરી બંને લાશને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી હતી.
સમગ્ર મામલે મધ્યપ્રદેશના ચાતેર ગામના દિનેશભાઈ લક્ષ્મણભાઈ મહિલાએ નોંધાવેલી ફરિયાદના આધારે દાહોદ તાલુકા પોલીસે ઈકો ગાડીના ચાલક મેશુભાઇ શામજીભાઈ રાવત વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.