ગોડાઉનમાં લાકડાના બેરેલમાં દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હતો.
પોલીસે રેઇડ કરતા ગોડાઉનમાંથી દારૂની 1688 બોટલો 1282 બિયર ટીન મળી આવ્યાં
મકરપુરા પોલીસે આ મામલે બે હીસ્ટ્રીશિટર સહીત 3 લોકો સામે પ્રોહિબીશનનો ગુનો નોંધ્યો
WatchGujarat સામાન્ય રીતે જ્યારે કોઇ પણ ગુનો બનતો હોય ત્યારે પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની સૌથી મોટી માથાકુટ થતી હોય છે. જોકે ગત રોજ ઉચ્ચ પોલીસ અધિકારીને બાતમી મળેલી બાતમીના આધારે પાણીગેટ પોલીસે પોતાની હદમાં ન આવતા એવા માંજલપુર પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગોડાઉનમાંથી રૂ. 6 ઉપરાંતનો દારૂ અને બિયરનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. અને પ્રોહિબીશનના ગુનાની તપાસ મકરપુરા પોલીસના પી.આઇને સોંપવામાં આવી છે. જે સ્પષ્ટ કરે છે કે, માંજલપુર પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.
શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા અલવા નાકા પાસેના એક ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂ અને બિયરનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની ઉચ્ચ પોલીસ અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી.
જેના પરિણામે માંજલપુરની હદમાં પાણીગેટ પોલીસના સ્ટાફે રેઇડ કરી રૂ. 6.23 લાખનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યાં હતા. જે અંગેની તપાસ કરતા દારૂ બિયરનો જથ્થો નથ્થુ ભાલીયા અને ભીખા રામજીભાઇ ભાલીયાનો હોવાનુ તપાસમાં બહાર આવ્યું હતુ.
જેથી પોલીસે આ મામલે ગોડાઉનના માલિક સહિત નથ્થુ ભાલીયા અને તેના ભાઇ ભીખા ભાલીયા વિરૂધ પ્રોહિબીશનનો ગુનો નોંધી ત્રણેયની શોધખોળ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, નથ્થુ અને ભીખા ભાલીયા બન્ને સામે અગાઉ પ્રોહિબીશનના ગુનાઓ નોંધાઇ ચુંક્યા છે. તદઉપરાંત ભીખા ભાલીયા સામે અગાઉ પરિયાવરણને નુકશના પહોંચે તે રીતે કેમિકલ વેસ્ટ ગેરકાયદે નિકાલ કરવાના મામલે પણ ગુનો નોંધાયેલો છે.