• સુરતમાં (Surat) લોકોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે
  • યુવાનોએ જન્મદિવસની ઉજવણીમાં માસ્ક અને સોશિયલ ડીસટન્સના ધજાગરા ઉડાવ્યા
  • પોલીસના જાહેરનામાનો ભંગ થયાના વિડીયો અગાઉ પણ અનેક વખત સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media Viral) થયા હતા
Gujarat, Birthday Celebration in Night Curfew at Surat
Gujarat, Birthday Celebration in Night Curfew at Surat

Watchgujarat. સુરતમાં જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લોકો જાહેરનામાંનો ભંગ કરી જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી રહ્યા છે. ત્યારે સુરતમાં વધુ એક વિડીયો વાયરલ થયો છે. સુરતના જિલાની બ્રીજ પર યુવાનોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી અને આ વિડીયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. યુવાનોએ જન્મદિવસની ઉજવણીમાં માસ્ક અને સોશિયલ ડીસટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. આ વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે

લોકોમાં નથી રહ્યો કાયદાનો ડર

સુરતમાં કાયદાને નેવે મૂકી જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા અનેક વિડીયો વાયરલ થયા છે અને પોલીસે તેઓની સામે કાર્યવાહી પણ કરી છે. અને કાયદાની આ ધજીયા ઉડાવવામાં ખુદ પોલીસ કર્મીઓ પણ બાકાત રહ્યા નથી. સુરતમાં આવા અનેક વિડીયો વાયરલ થયા છે. પરંતુ સુરતમાં લોકોને જાણે પોલીસનો કોઈ જ ખોફ ન રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. અને કાયદાને નેવે મૂકી નિયમની હજુ પણ ધજીયા ઉડાવી રહ્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વધુ વિડીયો વાયરલ થયો છે. જેમાં પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ લાગી રહ્યું છે.

બ્રીજ પર જાહેરમાં જન્મદિવસની ઉજવણી

સુરતના સોશિયલ મીડિયામાં સુરતના જિલ્લાની બ્રીજનો એક વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં યુવાનો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા નજરે ચડી રહ્યા છે. એટલું જ નહી એક  બીજા પર કેક ફેકે છે અને સ્પ્રે ઉડાડે છે. જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી આ યુવાનોએ સુરત પોલીસ કમિશ્નરના જાહેરનામાંનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. એટલું જ નહી યુવાનોએ અહી માસ્ક પણ પહેર્યું ન હતું અને સોશિયલ ડીસટન્સ પણ જાળવ્યું ન હતું. આ વિડીયો વાયરલ થતા હવે પોલીસની કામગીરી અને બ્રીજ પર થતી પોલીસની પેટ્રોલિંગ સામે સવાલ ઉભા થઇ રહ્યા છે.

સંક્મ્રણ વધી શકે છે

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. પરંતુ હજુ પણ કડક નિયંત્રણો અમલમાં છે. પરંતુ લોકો હવે કોરોનાને હળવાશમાં લઇ રહ્યા છે. અને આવી જ રીતે જો બેદરકારી દાખવશે તો સુરતમાં વધુ એક વખત સંક્મ્રણ પણ વધી શકે છે. ત્યારે લોકો આવી બેદરકારી ન રાખે તે પણ જરૂરી બન્યું છે

ભૂતકાળમાં આવા અનેક વિડીયો વાયરલ થયા છે. અને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. પરંતુ આવા કેસમાં આસાનીથી છૂટી જતા હોવાથી લોકોને જાણે હવે કાયદાનો કે ધરપડકનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે ફરી એક વખત આવો જ એક વિડીયો સામે આવ્યો છે. ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

Gujarat, Birthday Celebration in Night Curfew at Surat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud