• સરથાણા વિસ્તારમાં યુવાનો માસ્ક વગર ક્રીક્રેટ રમતા હોવાનો વિડીયો વાયરલ થયો
  • કોવિડ ગાઇડલાઇનનો ભંગ થતો જોવા મળતા જાગૃત નાગરિકોએ ગ્રાઉન્ડનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
  • લોકો બેદરકારી છોડીને કોવિડ ગાઇડલાઇનનું અમલ કરે તે જરૂરી છે

Watchgujarat. સુરતમાં કોરોનાનું સંક્મ્રણ ધીમે ધીમે કાબુમાં આવી રહ્યું છે. પરંતુ તેની સાથે જ હવે લોકો બેદરકાર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં યુવાનો માસ્ક વગર ક્રિકેટ રમતા નજરે ચડ્યા હતા. અને આ વિડીઓ શોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે.

લોકો હજુ પણ બેદરકાર

સુરતમાં કોરોનાની બીજી લહેર ઘાતક નીવડી હતી. એક તબક્કે રોજના રેકોર્ડ બ્રેક કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ હવે સુરતમાં કોરોનાની સ્થિતિ ધીમે ધીમે કાબુમાં આવી રહી છે. અને લોકોને સંપૂર્ણ તકેદારીઓ રાખવા તંત્ર સતત અપીલ કરી રહ્યું છે. આ ઉપરાંત કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. પરંતુ સુરતમાં લોકો હજુ પણ બેદરકારી દાખવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

યુવાનો એકઠા થઈને માસ્ક વગર રમી રહ્યા છે ક્રિકેટ

સરથાણા વિસ્તારમાં યુવાનો માસ્ક વગર ક્રીક્રેટ રમતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે લોકોની આવી બેદરકારી હજુ પણ ભારી પડી શકે છે. લોકો હજુ પણ સંપૂર્ણ તકેદારીઓ રાખે તે ખુબ જ જરૂરી બન્યું છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે અને અહી ક્રિકેટ રમી રહ્યા છે. અને અહી ગાઈડલાઈનનો ભંગ થઇ રહ્યો છે. ત્યારે લોકો આવી બેદરકારી બિલકુલ ન રાખે તે ખુબ જ જરૂરી બન્યું છે.

તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે

એક તરફ કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે ત્યારે ત્રીજી લહેરને લઈને તંત્ર સજાગ થઇ ગયું છે. ખાસ કરીને બાળકો સંક્મિત થવાના અહેવાલો મળી રહ્યા છે જેને લઈને તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફથી લઈને તબીબો સાથે બેઠકો કરવામાં આવી રહી છે અને તૈયારીઓ અગાઉથી જ કરવામાં આવી રહી છે. ત્યારે લોકોની આવી બેદરકરી ભારી પડી શકે છે અને કોરોનાની ત્રીજી લહેર પણ આવી શકે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud