હેલિકોપ્ટરના ફેરા મારી અધિકારીઓને કેવડિયા પહોંચાડવામાં આવ્યા
ગત રોજ રક્ષામંત્રી રાજનાથ સિંહ આ કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા
WatchGujarat વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સવારે 8 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું છે. PM કમ્બાઇન્ડ કમાન્ડર કૉન્ફરન્સમાં ભાગ લેવા માટે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે, અમદાવાદ એરપોર્ટથી હેલિકોપ્ટરથી મારફતે PM નર્મદાના કેવડિયા ખાતે પહોંચ્યા હતા.
સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે બે દિવસીય કમાન્ડર કૉન્ફરન્સ યોજાઈ રહી છે. ગઈકાલે રક્ષામંત્રી રાજનાથ સિંહ આ કૉન્ફરન્સમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કૉન્ફરન્સના સમાપન સમારોહમાં આવી પહોંચ્યા છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આ પ્રથમ અવસર હતો કે દેશના આર્મી, નેવી, એરફોર્સના વડા સાથે ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ ઉપસ્થિત રહ્યો છે.
વડોદરાથી કેવડિયા ડેલિગેશનને હેલિકોપ્ટર માર્ગે લઇ જવામાં આવી રહ્યા છે. આર્મી-ડિફેન્સના અધિકારીઓને દિલ્હીથી સ્પેશિયલ એર ઇન્ડિયા પ્લેનમાં વડોદરા લવાયા હતા. જ્યાંથી સીધા હેલિકોપ્ટર માર્ગે કેવડિયા પહોંચાડી કારમાં ટેન્ટ સિટી સુધી લઇ જવાયા હતા.
હેલિકોપ્ટરમાં સતત ફેરા કરી અધિકારીઓને કેવડિયા પહોંચાડવામાં આવી રહ્યા છે. ડિફેન્સની આ કોન્ફરન્સને લઈને હેલિકોપ્ટરોની અવારજવર સાથે, રક્ષામંત્રી, પીએમ અને દેશની સુરક્ષાને સંભાળતા ત્રણેય વડાઓ હાજર રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેકટર દ્વારા ગરુડેશ્વર તાલુકા અને કેવડિયા વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કરી રિમોટ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ બાદ ત્યાં રાષ્ટ્રીય કક્ષાની ઘણી કોન્ફરન્સનું આયોજન અગાઉ થયું હતું. ત્યારે હાલ ટેન્ટ સિટી-2 ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સ ચાલી હતી.
ચાર માર્ચથી કેવડિયા ટેન્ટ સિટી ખાતે આર્મી, નેવી, એરફોર્સ ટોપ કમાન્ડર કોન્ફરન્સનો આરંભ થયો છે. આ કોન્ફરન્સમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ઉપસ્થિત રહ્યા હતા.