• રાજપીપળા પાલિકાના 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણી માટે 37 મતદાન મથકો, કુલ 28871 મતદારો
  • ચૂંટણી આદર્શ અચારસંહિતાના અમલ સાથે મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ સંપન્ન થાય તે માટે નર્મદા ચૂંટણીતંત્ર સજ્જ

WatchGujarat નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની ઘોષણા અન્વયે આદર્શ આચારસંહિતાના અમલ સાથે ચૂંટણીની તબક્કાવાર પ્રક્રિયાના જાહેર કરેલ કાર્યક્રમ સંદર્ભે પત્રકાર પરિષદ યોજી હતી.

નિવાસી અધિક કલેક્ટર અને રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી એચ.કે.વ્યાસ, નાયબ માહિતી નિયામક અને મિડીયાના નોડલ અધિકારી યાકુબ ગાદીવાલા અને જુદા જુદા માધ્યમોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારી શાહે જણાવ્યું હતું કે, વિવિધ રાજકીય પક્ષોના હોદ્દેદારો સાથે બેઠક યોજીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો, ઉમેદવારો સહિતના સંબંધિતોને પાળવાની થતી આદર્શ આચારસંહિતાના અમલ અંગે માર્ગદર્શન પૂરું પાડયું છે.

જિલ્લામાં મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને તટસ્થ રીતે આ ચૂંટણીઓ સંપન્ન થાય તે માટે વિવિધ રાજકીય પક્ષો ઉમેદવારો, મતદારો સહિત સૌકોઈ ના સહયોગ માટે ખાસ જાહેર અનુરોધ કરાયો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જુદા જુદા પ્રકારની ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમાયેલા નોડલ અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી શાહે ઉમેર્યું હતું કે, ચૂંટણીઓ દરમિયાન ચૂંટણીપંચની વખતો વખતની સૂચના અને માર્ગદર્શન મુજબ કોવિડ-19 સંદર્ભે માર્ગદર્શનનું ચૂસ્ત પાલન કરાશે.

તા. 28 મી ફેબ્રુઆરીના રોજ નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો તેમજ વિવિધ 5 તાલુકા પંચાયતની 90 બેઠકોની ચુંટણી માટે જિલ્લામાં કુલ 507 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. જેમાં કુલ 2,05,698 પુરુષ મતદારો અને 1,99,100 મહિલા મતદારો તથા ત્રીજી જાતિના 2 મતદારો સહિત કુલ 4,04,80પ મતદારો નોંધાયા છે.

રાજપીપલા નગર પાલિકાના કુલ 7 વોર્ડની 28 બેઠકોની ચૂંટણી માટે 37 જેટલા મતદાન મથકોએ પણ તા. 28મી એ મતદાન યોજાશે. જેમાં 14,168 પુરુષ મતદારો અને 14,703 સ્ત્રી મતદારો સહિત કુલ 28,871 મતદારો નોંધાયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud