સરકારની RBSK યોજના હેઠળ બાળકીને વિનામૂલ્યે સારવાર મળતા પોરબંદરના શ્રમિક પરિવાર પર આવેલી આફત દૂર થઇ
ફીટલ હાઇડ્રોપ્સ બિમારીના કારણે ફેફસા/હદય જેવા ભાગોમા પાણી ભરાઇ છે
WatchGujarat. અધૂરા માસે ફીટલ હાઇડ્રોપ્સ બિમારી સાથે જન્મેલી પોરબંદર જિલ્લાની એક બાળકીને સરકારની RBSK યોજના હેઠળ જામનગરની સીવિલ હોસ્પિટલમા 1 મહિનાની વિનામૂલ્યે સધન સારવાર આપ્યા બાદ બાળકી નીરવાએ ગંભીર બિમારીને પરાસ્ત કરી છે.
બાળકનો જન્મ થવો એ પરિવાર માટે સૈાથી મોટી ખુશી હોય છે. બાળકનુ એક મીઠુ હાસ્ય સમગ્ર ઘરને આનંદિત કરી મૂકે છે. પણ, ક્યારેક કોઇ ઘરમા જન્મતુ બાળક જીનેટીક ખામી અથવા અન્ય કોઇ કારણોસર બિમાર જન્મે ત્યારે પરિવાર પર આવેલા માનસિક અને આર્થિક સંકટ સમયે સરકાર જરૂરીયાતમંદ પરીવારની પડખે રહીને બાળકને બિમારી મૂક્ત કરવા જનહિતકારી વિવિધ યોજનાઓ હેઠળ સારવારનો ખર્ચ ઉઠાવે છે. #Porbandar
કેશોદના મનોજભાઇ જાદવ મજૂરી કરીને ઘરનુ ગુજરાન ચલાવે છે, તેમના પત્નિ સંતોકબેન પ્રેગ્નેટ હોવાથી પોરબંદરના બળેજ ખાતે પોતાના પિયર આવ્યા હતા. આ દરમિયાન પોરબંદરની હોસ્પિટલમા સોનોગ્રાફી માટે આવેલા સંતોકબેનની 4D સોનોગ્રફી કરવામા આવી હતી. જેમા ડોકટરને જાણવા મળ્યુ કે, સંતોકબેનના ગર્ભમા રહેલુ બાળક ત્રાસુ છે, અને ગર્ભનાળ મોટી હોવાથી અધૂરા માસે ડીલેવરી કરવી પડે તેમ હોય જેથી સંતોકબેનની ડિલેવરી કરાતા તેમણે બાળકીને જન્મ આપ્યો હતો. જેનુ વજન ફક્ત 1.2 કીલોગ્રામ હતુ. #Porbandar
આ બાળકીને શ્વાસ લેવામા તકલીફ હોવાથી ફીટલ હાઇડ્રોપ્સની તકલીફ હોવાનુ ડોકટરે જણાવ્યુ કે, આ બિમારીના કારણે શરીરમા ફેફસા/હદય જેવા ભાગોમા પાણી ભરાઇ છે. જેથી આવા બાળકને તત્કાલિક સારવાર આપવી પડે છે, જેનો પ્રાઇવેટ હોસ્પિટલમા ખર્ચ અંદાજે ૨ લાખ આસપાસ થાય છે. શ્રમિક પરિવાર આટલો ખર્ચ ઉઠાવવા સક્ષમ ન હોવાથી બાળકીને સારવાર આપવા તેના પિતા પોરબંદરના RBSK ડો. જીતેન્દ્ર મારૂનો સંપર્ક કર્યો હતો. #Porbandar
ડો. મારૂ તુરંત નીરવાને જામનગરની સરકારી હોસ્પિટલના બાળ વિભાગમા દાખલ કરવાની સલાહ અને વ્યવસ્થા કરી આપવાની સાથે પરિવારને આશ્વાસન પણ આપે છે કે, સારવારનો તમામ ખર્ચ RBSK યોજના હેઠળ સરકાર ઉઠાવશે. નીરવાને સતત એક માસ સુધી જામનગર સીવિલના N.I.C.U. વિભાગમા સારવાર આપવામા આવી હતી.. એક માસની સારવાર બાદ નીરવા સંપુર્ણ તંદુરસ્ત બનીને પરિવારમા પરત ફરી હતી. પરિવાર પર આવેલી આફત દૂર કરી બાળકીને વિનામૂલ્યે સારવાર પુરી પાડવા બદલ મનોજભાઇ અને તેમના પત્નિ સંતોકબહેને ડોકટર્સ અને સરકારનો આભાર વ્યકત કર્યો હતો. ફીટલ હાઇડ્રોપ્સ બિમારીને હરાવીને નીરવા આજે પુરા ૩ માસની થઇ છે.
More #RBSK #Porbandar #doctor #helped #child #To recover # Gujaratinews #WatchGujarat