સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJP માંથી ટિકિટની મહોર સાથે પક્ષપલટો કરાયો હોવાની રાજકીય ચર્ચા
MLA છોટુ વસાવના તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ રાઈટ હેન્ડ ગણાતા હતા
WatchGujarat નર્મદા જિલ્લાના કોંગ્રેસ અને BTP આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે BTP ના સર્વે સર્વા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના અંગત વિશ્વાસુ એવા ઝઘડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ એકા એક પોતાના સમર્થકો સાથે ભાજપનો ખેસ ધારણ કરી દેતા BTP માં ભૂકંપ સર્જાયો છે.
ઝઘડિયા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈએ વિધિવત ભાજપમાં જોડાતા પેહલા સુરત ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે પોતાના સમર્થકો સાથે એક ગુપ્ત બેઠક કરી હતી.એ બેઠકમાં તેઓ આગામી તાલુકા પંચાયત ચૂંટણીમાં પોતાની અને પોતાના સમર્થકોની ભાજપ માંથી ટીકીટનું વચન લીધું હોવું જોઈએ અને એ બાદ જ તેઓ ભાજપમાં જોડાયા છે એવું પણ રાજકીય ક્ષેત્રે હાલ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે.
ઝઘડિયા APMC ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવા, ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આંટોદરિયા સહિત અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ રિતેશ વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઈ, ઝઘડિયા ખરીદ વેચાણ સંઘ પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ઝઘડિયા APMC ચેરમેન દિપક પટેલ સહીત 35 થી વધુ પંચાયતોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
પ્રકાશ દેસાઈની વાત કરીએ તો તેઓ એક BTP ના સર્વે સર્વા ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના રાઈટ હેન્ડ ગણાતા હતા, એમ પણ કહેવામાં આવે છે કે ઝઘડિયા વિસ્તારમાં પ્રકાશ દેસાઈનો ભારે દબદબો હતો. એવી પણ ચર્ચાઓ છે કે ભૂતકાળમાં દુધનો ધંધો કરતા કરતા એમને છોટુભાઈ વસાવાએ રાજનીતિમાં પ્રવેશ અપાવ્યો હતો. સમય જતાં તેઓ છોટુભાઈ વસાવાના અંગત વિશ્વાસુ બની ગયા હતા. પ્રકાશ દેસાઈ ઝઘડિયા તાલુકા પંચાયતના સતત 10 વર્ષ પ્રમુખ અને 5 વર્ષ ઉપપ્રમુખ પદે રહ્યા હતા. તેઓએ ભાજપનો ખેસ ધારણ કરતા BTP માટે ઝઘડિયા તાલુકા પંચાયતમાં સત્તા હાસિલ કરવી એ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થશે.
ચર્ચાઓ તો એવી પણ છે કે છોટુભાઈ વસાવા પ્રકાશ દેસાઈની BTP માંથી હકાલ પટ્ટી કરવાના હતા એ પેહલા જ તેઓ ભાજપમાં જતા રહ્યા, તો બીજી ચર્ચાઓ એવી પણ છે કે છેલ્લા ઘણા સમયથી પ્રકાશ દેસાઈ BTP માં ચાલતા પરિવારવાદથી નારાજ ચાલી રહ્યા હતા, અને આવનારી ઝઘડિયા તાલુકા પંચાયતની ચૂંટણીમાં એમની ટીકીટ કપાવવાના એંધાણ વચ્ચે એમણે BTP ને રામ રામ કર્યા છે. હવે જોવું એ રહ્યું કે આવનારી તાલુકા પંચાયત ચુંટણીમાં પરિણામ કોના તરફી આવે છે.
ગલત ફેમી કે સિલસીલે આજ ઇતને દિલચષ્પ હે કી હર ઈંટ કો લગતા હે દિવાર મુઝમે ટિકી હે : MLA છોટુ વસાવા
ઝઘડીયા ખાતે BTP ના હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાતા BTP ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબુક પોસ્ટ મૂકી પક્ષ પલટુઓ પર પ્રહાર કર્યો હતો. કિંગ મેકર ગણાતા BTP MLA એ પોતાની ફેસબુક પોસ્ટ પર પક્ષ પલટુ ઓ માટે કટાક્ષમાં લખ્યું હતું કે, ગલતફેમી કે સિલસીલે આજ ઇતને દિલચષ્પ હૈં કી હર ઈંટ કો લગતા હૈ દિવાર મુજ પર ટિકી હૈં.